
BAS EK TU RAAJI THA
February 14, 2025 at 06:58 AM
https://youtu.be/rBfkcccPVrk
**જીવનમાં સંતની અનિવાર્યતા** 💕
૧. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે સ્વામીશ્રીએ આપણને ગ્રહણ કર્યા.
૨. આ જીવ તે શું સાધન કરશે.. સાધન કરવાથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી..
પ્રસંગ : વડતાલમાં બે આંબા વરચે મહારાજ ઝુલતા હતા તે આંબાના ક્યાં પૂણ્ય હતા તો એ સેવા તે બન્ને આંબાઓને મળી એ અદભૂત સ્મૃતિ ગુરુહરિ આપી રહ્યાં છે..
૩. સંસારમાં રહીને આત્માના કલ્યાણનો વિચાર કોકને જ આવે.
૪. આપણે જીવનમાં કોઈ સાધના કરવા ગયા નથી અને થઈ શકે એમ પણ નથી.. સ્વામીશ્રી કરુણાનિધિ પુરુષ છે અને તેણે આપણને ગ્રહણ કર્યા છે એટલે નસીબદાર છીએ.
૫. એથી વધારે એટલે નસીબદાર કે એમની રુચિ રહસ્ય અને અભિપ્રાયને જાણનારા સંતોની ગોદ આપી.
૬. " તિલક કરતા ત્રેપન થયા, જપમાળા ના નાકા ગયા.. તોય અખા ને ન આવ્યું બ્રહ્મજ્ઞાન " . સાધનાથી બ્રહ્મજ્ઞાન નથી આવતું.
૭. મન સવાદે માળા ફેરવે, ગળા સવાદે ગાય.. કોઈ કોઈને પૂછે નહિ કે કલ્યાણ કેમ થાય.
દરેક વ્યક્તિ પોતાની રીતે સાધના કરે છે પણ પોતાની રીતે સાધના કરવાથી ભગવાન મળતા નથી..
પોતાની રીતે સાધના કરે તો તાકાત આવે, બળ મળે પણ પોતાના દોષને જીતવા, પોતાના સ્વભાવ ને overcome કરવા સંત જોઈએ જોઈએ ને જોઈએ જ.. ✅🙏✅
૮. સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે. મનધાર્યું કરવુ કનિષ્ઠ છે.
૯. સંત વગર તમારી આત્માની યાત્રા ભગવાન તરફ ક્યારેય આગળ ન વધે. સંત જોઈએ જોઈએ ને જોઈએ જ.✅🙏✅
૧૦. દિકરો પરદેશ જાય તો માં બાપ ને ચિંતા થાય પણ સંતો સાથે જીવ બાંધ્યો હોય ને મૈત્રી હોય તો માં બાપ નિરાતે ઓશીકે હાથ દઈને સૂઈ જાય.
એમ, આપણા દિકરા દીકરીનું જતન થાય તે માટે એમને સત્સંગના માર્ગે વાળીએ અને આપણે નિરાતે ઓશીકે હાથ દઈને સૂઈ શકીએ તેવો નિરાંતવાળો સંબંધ મહારાજ કરી આપે એ જ પ્રાર્થના
🙏
1