Chief Minister Of Gujarat

Chief Minister Of Gujarat

64.7K subscribers

Verified Channel
Chief Minister Of Gujarat
Chief Minister Of Gujarat
February 9, 2025 at 05:41 PM
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અંબાજી ખાતે દિવ્યાંગજનોને મોટારાઈઝડ ટ્રાઇસિકલ, વ્હીલ ચેર, સ્માર્ટફોન, હીયરિંગ એઈડ, દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ચેક, એસ.ટી બસમાં મફત મુસાફરી યોજના હેઠળ દિવ્યાંગ ઓળખકાર્ડ, સંત સૂરદાસ યોજનાના મંજૂરી હુકમ, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓને સહાય અને દિવ્યાંગતા સર્ટિફિકેટ સહિત વિવિધ સાધન-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક યોજનાના સો ટકા અમલીકરણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારી યોજનાઓનો લાભ દરેક લાભાર્થીને ઘરે બેઠા મળે એવું આયોજન કર્યું છે તથા દિવ્યાંગજનોને વિવિધ યોજનાઓ થકી આત્મસન્માન આપી આત્મનિર્ભર બનાવ્યા છે.
🙏 👍 ❤️ 19

Comments