Chief Minister Of Gujarat

Chief Minister Of Gujarat

64.7K subscribers

Verified Channel
Chief Minister Of Gujarat
Chief Minister Of Gujarat
February 11, 2025 at 06:18 PM
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પોલિસી ડ્રીવન ગ્રોથની કડીમાં આગળ વધતાં આજે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (2025-30) ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચ કરી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ GCC પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ અને કનેક્ટિવીટીમાં વધારો કરીને તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મક્તા જાળવી રાખીને ગુજરાતને પસંદગીનું GCC હબ તરીકે સ્થાપિત કરવા તૈયાર કરવામાં આવેલી છે. આ પોલિસી અન્વયે રાજ્યમાં ઓછામાં ઓછા 250 નવા GCC સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેનાથી ₹10 હજાર કરોડથી વધુનું રોકાણ અને 50 હજારથી વધુ નવી રોજગાર તકોની સંભાવના ઉભી થશે. આ ઉપરાંત, CAPEX અને OPEX સહાય સહિતના અનેકવિધ પ્રોત્સાહનો સાથેની GCC પોલિસીમાં કૌશલ્ય નિર્માણને મહત્વ આપવામાં આવેલ છે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતમાં સેક્ટર સ્પેસીફિક પોલિસીઝ ફ્રેમવર્કથી નવા અને ઈમર્જીંગ સેક્ટરના ઉદ્યોગો માટે સાનુકુળ વાતાવરણ ઉભું કર્યુ છે. તેમણે ગુજરાતની આ GCC પોલિસી માનનીય વડાપ્રધાનશ્રીના વિઝન અને યુવાઓ માટેના મિશન બન્નેને પરિપૂર્ણ કરશે તથા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણની દિશામાં પ્રોત્સાહક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
🙏 👍 ❤️ 12

Comments