
Chief Minister Of Gujarat
February 12, 2025 at 04:27 PM
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામે પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડૉ. પરિવાર અનુપમ પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ તેમજ નામકરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં પાયાની જરૂરિયાતોના નિર્માણથી રાજ્યના ગામડાઓ સુવિધાસભર બન્યા છે. તેમણે ઝુલાસણ ગામમાં વિકાસના કાર્યો માટે સરકારના સહયોગની ખાતરી આપવાની સાથે મહેસાણા જિલ્લાની શાળાઓમાં દીકરીઓના નામાંકનમાં થયેલ પ્રગતિનું વર્ણન કરતા સરકારના પર્યાવરણલક્ષી અભિયાનમાં સહભાગી થવા માટે સૌને અનુરોધ કર્યો હતો.
👍
🙏
❤️
14