
Chief Minister Of Gujarat
February 13, 2025 at 06:05 PM
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજનાબેન દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠક આજે નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય માટે પ્રસ્તાવિત UCC (યુનિફોર્મ સિવિલ કોડ)ના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
#uccingujarat
👍
🙏
❤️
😂
31