Chief Minister Of Gujarat

Chief Minister Of Gujarat

64.7K subscribers

Verified Channel
Chief Minister Of Gujarat
Chief Minister Of Gujarat
February 14, 2025 at 06:56 PM
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે School of Ultimate Leadership (SOUL)ના ₹150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકર વિસ્તારમાં ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.21 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં સામાજિક અને જાહેર નીતિમાં નેતૃત્વ માટે સમર્પિત SOULનો ઔપચારિક પ્રારંભ કરાવશે. માનનીય વડાપ્રધાનશ્રીની ગ્લોબલ લીડર બની રહેલા ભારતની પ્રગતિ અને વિકાસમાં શાસન, સામાજિક કલ્યાણ અને નીતિ નિર્ધારણના ક્ષેત્રોમાં મૂલ્યનિષ્ઠ અને કાર્યદક્ષ ઉત્કૃષ્ટ નેતૃત્વ વિકસાવવાની સંકલ્પના સાકાર કરવા માટે યુવા અને ઉત્સાહી નેતૃત્વ ધરાવતું માનવ સંસાધન ઊભું કરવાનો નવતર અભિગમ SOUL દ્વારા અપનાવવામાં આવ્યો છે.
🙏 👍 ❤️ 😂 9

Comments