રોજગાર સેવા
January 29, 2025 at 07:43 AM
મારા મતે ગામ વિકાસ એટલે (તૃપલ પટેલ) એવું ગામ જેમાં નીચેની સુવિધાઓ હોય ✨ ગામમાં તમામ શેરીઓ, જાહેર ચોકમાં CCTV કેમેરા તથા તેનું મોનીટરીંગ પંચાયત ખાતે થી કરવામાં આવે ✨ગામમાં જાહેર રસ્તાઓ તેમજ દરેક શેરીઓમાં સોલર સંચાલિત સ્ટ્રીટ લાઈટ હોય ✨ ગામમાં દરેક શેરીએ કચરાપેટી હોય તેમજ કચરો લઈ જવા માટે ઇ રિક્ષાની સુવિધા હોય, જાહેરમાં કચરો/ગંદકી કરવા પર દંડ ની જોગવાઈ હોય જે ફંડ ગ્રામ વિકાસ માટે વાપરવામાં આવે ✨ સમગ્ર ગામ પેવર બ્લોક તેમજ સીસી રોડ થી સજ્જ હોય ✨ગામમાં ઈ-સેવા કેન્દ્ર હોય જેમાં ઇન્ટરનેટ સેવાઓ તમામને માટે ફ્રી હોય જેમાં યુવાઓને ઓનલાઇન કામ આપવામાં આવે તેમજ લાઇબ્રેરી ની સુવિધા હોય જેમાં નિઃશુલ્ક તમામ પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ હોય ✨ ગામમાં પંચાયત સંચાલિત મેડિકલ સ્ટોર હોય જેમાં તમામ જાતની દવાઓ મળતી હોય ✨ ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત મિનરલ વોટર નો પ્લાન્ટ હોય જે દરેક ગ્રામજનોને માટે સુવિધાજનક હોય ✨ ગામના યુવાનો અને બાળકો માટે રમત ગમત નું મેદાન હોય તેમજ રમતગમતના તમામ સાધનો હોય તથા વડીલો-વૃદ્ધો-યુવાઓ માટે સત્સંગ હોલ/મેડીટેશન હોલ હોય તેમજ પ્રકૃત્તિ ની વચ્ચે મંદિર જેમાં આધ્યાત્મીક વાતાવરણ હોય ✨ ગામની જાહેર જગ્યામાં બગીચો હોય તેમજ જાહેર રસ્તાઓ પર આજુબાજુ વૃક્ષો હોય ✨ ગામમાં પંચાયત સંચાલિત જનરલ કરિયાણા સ્ટોર/મોલ હોય જેમાં તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી હોય ✨ સરકાર શ્રી ના વિકાસ ફંડથી સમગ્ર ગામ સોલર લાઈટ થી સજ્જ હોય ✨ ગામ એકદમ સ્વચ્છ રહે તે માટે ગ્રામજનો ની સક્રિય ભાગીદારી હોય ✨ ગામના ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે મંચ હોય તેમજ ગામના પ્રસંગો માટે પાર્ટી પ્લોટ ની વ્યવસ્થા હોય ✨ ગામમાં કોઈ પણ જાહેરાત કરવા માટે સમગ્ર ગામમાં માઇક સીસ્ટમ હોય જે ગ્રામ પંચાયત થી સંચાલિત હોય ✨ ગ્રામ પંચાયત દ્વારા ગામ લોકોના આર્થિક ઉપાર્જન માટે ગૃહ ઉદ્યોગ તેમજ ખેતી સાથે સંકળાયેલા લોકો માટે આધુનિક ખેતી/ બધાથી અલગ પ્રકારની ખેતીથી ઉત્પાદન વધારવાની તેમજ સરકાર શ્રી ની સહાય ના તાલીમ કાર્યક્રમોની વ્યવસ્થા આ ઉપરાંત સરકાર શ્રી ના તમામ વિભાગો ની સેવાઓ જેમ કે શાળા, આંગણવાડી, દવાખાનું, સસ્તા અનાજ ની દુકાન, દૂધ મંડળી, ખેડૂત સહાય કેન્દ્ર જેવી તમામ સરકારી સંસ્થાઓ દ્વારા વિકાસ ની કામગીરી...
👍 ❤️ 🎂 💯 😮 🙏 55

Comments