રોજગાર સેવા
February 8, 2025 at 07:29 AM
ગણા બધા મિત્રોના મેસેજ આવ્યા કે તૃપલભાઈ અમે અમારા વિસ્તારમાં કેવા સેવાકીય કર્યો કરી શકીએ એની માહિતી આપજો એટલે અમુક માહિતી અહી જણાવી રહ્યો છું યોગ્ય લાગે તો શરૂઆત કરવી... 👉🏻 સરકારશ્રી ની યોજનાઓ નો લાભ જરૂરિયાતમંદ લોકોને મળી રહે તે માટે વિશેષ પ્રયત્નો કરવા 👉🏻 ગરીબ તેમજ અસહાય લોકોને દરરોજ ભોજન મળી રહે તે માટે ખાસ આયોજન કરવું 👉🏻 ઝુંપડપટ્ટી માં રહેતા લોકોને સ્કીલ અનુસાર તાલીમ આપી આર્થિક ઉપાર્જન દ્વારા આત્મનિર્ભર બનવાના પ્રયાસ કરવા 👉🏻 વ્યસન મુક્તિ બાબતે મહત્તમ જાગૃતિ આવે તે માટે યુવાનોમાં સ્વસમજ ઉભી કરવી 👉🏻 પરિવાર માં એક જ સભ્ય કમાવનાર હોય અને એમનું આકસ્મિક અવસાન થાય તો પરીવાર ને સરકારશ્રીની યોજનાઓ વિશે માહિતગાર કરવા તેમજ બનતી આર્થિક મદદ કરવી 👉🏻 હર ઘર રોજગાર મળી રહે તે માટે વિશેષ આયોજન કરવું
👍 ❤️ 🙏 💯 😂 41

Comments