Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
February 10, 2025 at 10:51 AM
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું પ્રસારણ આજે ગુજરાતની ૪૦ હજારથી વધારે શાળાના ૬૧.૫૦ લાખથી વધુ વિધાર્થીઓએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમને અમદાવાદની ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે નિહાળવાનો અવસર ખૂબ હર્ષપૂર્ણ બની રહ્યો. વિદ્યાર્થી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. ઉચ્ચ લક્ષ રાખીને સતત તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો એ વિદ્યાર્થીનો ધર્મ છે. આ પ્રકારની અનેક અત્યંત ઉપયોગી ટીપ્સ અને માર્ગદર્શન વિદ્યાર્થીઓને માનનીય પ્રધાનમંત્રીશ્રીના સંબોધનમાંથી મળ્યા. આ પ્રસંગે, વિદ્યાર્થીઓને તનાવ-મુક્ત રહીને અને ડર છોડીને પરીક્ષા આપવા અનુરોધ કર્યો. #ppc2025 #examwarriors #parikshapecharcha2025
🙏 ❤️ 👍 🪷 20

Comments