Bhupendra Patel
February 12, 2025 at 08:56 AM
આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામે નિર્માણ પામેલ મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડૉ. પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું.
આ સુંદર, સ્માર્ટ અને સુવિધાસભર શાળાના નિર્માણમાં યોગદાન આપનાર સૌને હાર્દિક અભિનંદન પાઠવું છું, સાથે જ સૌના સેવાભાવ અને શિક્ષણ પ્રત્યેની ચેતનાને બિરદાવું છું.
શાળા અને ગામમાં વરસાદી પાણી સીધું જમીનમાં ઉતરે એવી વ્યવસ્થા ઉભી થાય, વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને સ્વચ્છતા દરેકના સ્વભાવમાં કેળવાય તે માટે સૌ જનભાગીદારીથી પ્રકૃતિ વંદનાના કાર્યમાં જોડાય એવી લાગણી વ્યક્ત કરું છું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું વિઝન આપણને આપ્યું છે, ત્યારે આ શાળામાં તૈયાર થનાર વિદ્યાર્થીઓ દેશને વિકાસના પથ પર આગળ વધારવામાં મહત્ત્વનું યોગદાન આપે એવી શુભકામના પાઠવું છું.
🙏
❤️
👍
20