Bhupendra Patel
February 14, 2025 at 05:46 AM
ગાંધીનગરના ગિફ્ટ સિટી રોડ નજીક નિર્માણ થનાર સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ (SOUL) નું ભૂમિપૂજન કર્યું.
યુવાનોમાં નેતૃત્વના ગુણો વિકસે એ ખૂબ જરૂરી છે. પરંતુ આ નેતૃત્વ ઉચ્ચ જીવન મૂલ્યોથી સભર હોવું જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં આ પ્રકારના નેતૃત્વનો મહિમા છે.
આ સંસ્થા દ્વારા ઉત્કૃષ્ટતા, સત્યનિષ્ઠા અને સેવા જેવા મૂલ્યોને કેન્દ્રસ્થાને રાખીને રાજકીય નેતૃત્વ, સામાજિક સેવા અને જાહેર નીતિ જેવા ત્રણ ક્ષેત્રોમાં લીડરશીપની તાલીમ આપવામાં આવશે. આરોગ્ય, સ્વચ્છતા, શિક્ષણ, ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રમાં યોગદાન આપવા ઇચ્છતા યુવાનો માટે આ લીડરશીપ પ્રોગ્રામ્સ ખૂબ ઉપયોગી બની રહેશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે પોલિટિકલ બેગ્રાઉન્ડ ના હોય તેવા એક લાખ યુવાનોને રાજનીતિમાં લાવવાનું લક્ષ્ય રાખ્યું છે, ત્યારે આ પ્રકારની લીડરશીપ તાલીમ સમયોચિત બની રહેશે.
🙏
❤️
👍
11