Bhupendra Patel
February 15, 2025 at 09:32 AM
ગાંધીનગર ખાતે ‘ધ સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોશિયેશન ઓફ ઈન્ડિયા’ આયોજિત SEA Global Castor Conference 2025 નો શુભારંભ કરાવ્યો.
આ પ્રસંગે, એરંડાના ઉત્પાદન અને નિકાસ સાથે સંકળાયેલ પ્રગતિશીલ ખેડૂતો તેમજ ઉદ્યોગોનું સન્માન કર્યું.
કેસ્ટર ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં ટોચના સ્થાને છે. સાથે જ વર્લ્ડ કેસ્ટર માર્કેટમાં પણ ગુજરાતનો ફાળો મહત્ત્વપૂર્ણ છે. ટેક્નોલોજી અને નવીન ઉદ્યોગ નીતિઓ થકી કૃષિ અને ઉદ્યોગ એકસાથે પ્રગતિ કરી શકે તે ગુજરાતના ખેડૂતો અને ઉદ્યોગપતિઓએ સાબિત કરી બતાવ્યું છે.
આ કોન્ફરન્સ માત્ર કૃષિ કે ઉદ્યોગો માટે જ નહિ, પણ Make In India - Grow In Gujarat ના માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા વિઝનને સાકાર કરવાની દિશાનું પણ મહત્વનું પગલું છે.
આ કોન્ફરન્સમાં થનાર સામુહિક ચિંતન કેસ્ટરનું ઉત્પાદન કરનાર ખેડૂતોથી લઈને ઉદ્યોગપતિઓ સુધીની સમગ્ર સપ્લાય ચેઈનને એક નવી દિશા આપવા સાથે ગુજરાતની Global Castor Hub તરીકેની ઓળખને પણ વધુ સુદૃઢ બનાવશે.
🙏
❤️
👍
8