Bhupendra Patel
February 15, 2025 at 09:55 AM
કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન માટે ‘ધી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ’ ઘડ્યો છે. જેની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારે રેરા ટ્રિબ્યુનલની સ્થાપના કરી છે.
આ ટ્રિબ્યુનલની વિવિધ કાર્યવાહીને ઓનલાઈન અને સરળ બનાવતાં યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલનું આજે ગાંધીનગરમાં ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ શ્રી આર. એમ. છાયાની ઉપસ્થિતિમાં કર્યું.
આ વેબપોર્ટલ great.gujarat.gov.in કાર્યરત થતાં હાલ જે સંબંધિત પક્ષકારો દ્વારા રેરા ટ્રિબ્યુનલમાં રૂબરૂ આવીને અપીલ કાર્યવાહી કરવામાં આવે છે, તેમાંથી મુક્તિ મળશે.
પક્ષકારો પોતાની અપીલ આ યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલ પર કરી શકશે. એટલું જ નહીં, તે અંગેની ફી પણ ઓનલાઈન ભરી શકાશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્સપેરેન્સી ઈન ગર્વનન્સનો જે અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે, તેને રેરા ટ્રિબ્યુનલના આ વેબપોર્ટલે ૧૭ જેટલી વિવિધ સેવા-કામગીરી ડિજિટલ માધ્યમથી ઓનલાઈન ઉપલબ્ધ કરાવીને સાકાર કરી છે.
🙏
❤️
👍
13