Bhupendra Patel
February 15, 2025 at 11:55 AM
વડનગરમાં અંદાજે રૂ. 22 કરોડના ખર્ચે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના કરવા માટેના MoU ગુજરાત સરકારે આજે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપની સાથે કર્યા છે.
🔹કન્સ્ટ્રક્શન ક્ષેત્રના ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં દર વર્ષે 1000થી વધુ યુવાઓને તાલીમ મેળવી શકશે.
🔹ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારના વિવિધ વિકાસકામો તથા ભારતમાલા પ્રોજેક્ટ્સ અને બાંધકામ ક્ષેત્રના અન્ય મેગા પ્રોજેક્ટ્સ માટે બાંધકામ ટેક્નોલોજીના જ્ઞાન-કૌશલ્યથી સજ્જ તાલીમબદ્ધ યુવાધન ઉપલબ્ધ કરવામાં આ ઈન્સ્ટિટ્યુટ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
🔹માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં શરૂ થનાર આ ઈન્સ્ટિટ્યુટના નિર્માણ માટે રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ દ્વારા આ ઈન્સ્ટિટ્યુટ માટે દસ એકર જમીન ફાળવાશે.
🔹બિલ્ડિંગનું નિર્માણ તથા અન્ય માળખાકીય સુવિધાઓ અને તાલીમાર્થીઓને રહેવા તથા જમવા સહિતની સુવિધાઓ માટે L&T દ્વારા CSR અન્વયે ખર્ચ કરાશે.
🙏
❤️
👍
21