એજ્યુકેશન માહિતી
February 13, 2025 at 04:30 PM
*કુંભમેળો* પરમાત્માના ચરણોમાં વંદન.મહા કુંભમેળો સોળ નહીં પણ ચોસઠ કળાએ ખીલી ઉઠ્યો છે. આખા જગતમાં સનાતન વૈદિક ધર્મની બોલબાલા જામી છે. હિન્દુ શ્રધ્ધાળુઓની આસ્થા અને ભક્તિનો ધ્વજ ઊંચા આસમાનમાં લહેરાઈ ઉઠ્યો છે. જગતના બધા ધર્મના લોકો અચરજભરી નજરથી આપણી તરફ જોઈ રહ્યાં છે. મારી અંગત વાત કરું તો અત્યાર સુધી હું એવું માનતો હતો કે કુંભમેળામાં સાધુઓ, સંતો, નાગા સાધુઓ અને અલ્પશિક્ષિત શ્રધ્ધાળુ ભાવિકો જ જતા હશે. આ વખતે હું જોઈ રહ્યો છું કે મોટી મોટી ડિગ્રી ધરાવતા ડોકટરો, વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો, બૌદ્ધિકો, ચિંતકો અને ઉચ્ચતમ કક્ષાના વૈજ્ઞાનિકો પણ મહા કુંભમેળામાં જઈને ભક્તિના જળમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી રહ્યાં છે. ૪૫ દિવસના કુંભમેળામાં આશરે ૪૫ કરોડ ભાવિકો પધારશે એવો અંદાજ છે. જગતના ઇતિહાસમાં કોઈપણ એક સ્થળે, કોઈપણ એક ધર્મના કોઈ એક ખાસ ઉત્સવ પ્રસંગે આટલી મોટી સંખ્યામાં મનુષ્યો ભેગાં થાય તે વિરલ ઘટના છે. પ્રયાગરાજ આજે દુનિયા પર રાજ કરી રહ્યું છે. દેવાધિદેવ ભગવાન શંકર એ વાતને સાબિત કરી રહ્યા કે સૃષ્ટિનું સર્જન ,પાલન અને વિનાશ એમના હાથમાં છે. ૭૦૦ કરોડના ઔદ્યોગિક સામ્રાજ્ય ના સ્વામીની સુધામૂર્તી સાદી સાડીમાં ખભે થેલો લટકાવીને કુંભમેળામાં પધાર્યા છે. જગતના ધન કુબેર સ્ટીવ જોબ્સના પત્ની કુંભમેળામાં પહોંચી ગયા છે. હાડકાના માળા જેવી ગ્રામીણ બહેનો, માતાઓ, અને દિકરીઓથી લઈને સુંદર ચમકતા ચહેરાવાળી સૌંદર્ય સામ્રાજ્ઞીઓ પણ કુંભમેળામાં ભક્તિથી ઝૂકેલા મસ્તકો લઈને ફરી રહી છે. બીજાની વાત જવા દો; મારી જાણમાં હોય એવા પણ કેટલા બુદ્ધિશાળી લોકો ભક્તિના વસ્ત્રો ધારણ કરીને મહાકુંભમાં પહોંચી ગયા છે. ૨૦૦ કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા એક અબજોપતિનો યુવાન પુત્ર એના તમામ વ્યસનો ત્યાગીને પ્રયાગરાજમાં જઈને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ને પોતાનો જીવન રાહ બદલવાની પ્રતિજ્ઞા કરી રહ્યો છે. ૭૦ વર્ષના એક લેડી ગાયનેકોલોજીસ્ટ જેમણે પોતાના જીવનકાળમાં હજારો બહેનોના ઓપરેશનો કર્યાં છે, માનવ શરીરના તમામ રહસ્યો જાણી લીધા છે તે મહાકુંભ મેળામાં જઈને ત્રિવેણી સંગમમાં શ્રધ્ધા પૂર્વક ૧૦૮ વખત ડૂબકી મારી રહ્યાં છે. શ્રદ્ધાની કોઈ સંખ્યા નથી હોતી, ભક્તિની કોઈ સીમા નથી હોતી. આ વર્ષના મહા કુંભમેળાએ ભક્તિનું એવું ઘોડાપૂર સર્જી દીધું છે કે ભગવાન ન હોય તો પણ એણે જન્મ લેવો પડે. દોઢસો કરોડ હિન્દુઓની આસ્થા મહાદેવને પ્રગટ થવાની ફરજ પાડે એવા શ્રધ્ધાના પૂર ઉમટ્યાં છે. ૐ નમ: શિવાય
🙏 1

Comments