વાવ થરાદ જિલ્લો🪷
February 8, 2025 at 05:58 AM
જાહેર આમંત્રણ આથી થરાદ નગરની ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે સરકારશ્રી દ્વારા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ -૨૦૨૫ અન્વયે તા.૦૯/૦૨/૨૦૨૫ થી તા.૧૧/૦૨/૨૦૨૫ સુધી થરાદ નગરપાલિકા વિસ્તાર માટે દરરોજ ૧(એક) બસ થરાદ થી અંબાજી વિના મૂલ્યે જવા માટે ફાળવેલ छे. • વોર્ડ ૧ થી ૨ ના દર્શનાર્થીઓ માટે તા.૦૯/૦૨/૨૦૨૫ ના સવારે ૦૭:૦૦ કલાકે શિવનગર, શાળા પાસેથી બસ ઉપડશે. • વોર્ડ ૩ થી ૫ ના દર્શનાર્થીઓ માટે તા.૧૦/૦૨/૨૦૨૫ ના સવારે ૦૭:૦૦ કલાકે નગરપાલિકા ખાતેથી બસ ઉપડશે. • વોર્ડ ૬ અને ૭ ના દર્શનાર્થીઓ માટે તા.૧૧/૦૨/૨૦૨૫ ના સવારે ૦૭:૦૦ કલાકે રાજગઢ, તાલુકા પંચાયત કચેરી પાસેથી બસ ઉપડશે. • તેમજ બપોરે ૦૩:૩૦ કલાકે અંબાજી થી થરાદ આવવા માટે પરત નિકળશે. જે લોકોને શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો લાભ લેવો હોય તેઓએ ઉકત સ્થળોએ સમયસર આવી જવા વિનંતી છે. વહેલાં તે પહેલાં ના ધોરણે જગ્યા આપવામાં આવશે. જેની નોંધ લેવા વિનંતી છે.
👍 1

Comments