વાવ થરાદ જિલ્લો🪷
February 8, 2025 at 05:59 AM
*ગદ્દારોને સજા* ૮ ફેબ્રુઆરી ૧૮૯૯ *વર્ષ ૧૮૯૭* માં પુનામાં ભયંકર પ્લેગ ફેલાય છે. આ બીમારીને નષ્ટ કરવાનું બહાનું કાઢી ત્યાંનો પ્લેગ કમિશનર *ચાર્લ્સ રૈન્ડ* મન મરજી કરવા લાગ્યો. તેના અત્યાચારોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. તે પગરખાં પહેરીને રસોઈઘર અને દેવસ્થાનોમાં ઘૂસી જતો હતો. તેના અત્યાચારોથી મુક્તિ અપાવવા *ચાફેકર બંધુ દામોદર અને બાલકૃષ્ણે ૨૨ જૂન ૧૮૯૭માં રૈન્ડને યમલોક પહોંચાડી દીધો*. આ યોજનામાં તેમના બે મિત્રો *ગણેશ શંકર અને રામચંદ્ર દ્રવિડ* પણ સંમિલિત હતા. તે બંને સગા ભાઈ હતા. જ્યારે પોલીસે રૈન્ડના હત્યારાઓ માટે ૨૦,૦૦૦ રૂપિયા પુરસ્કારની ઘોષણા કરી, તો આ *બે દ્રવિડ ભાઈઓએ દામોદરને પકડાવી દીધો*. બાલકૃષ્ણની શોધમાં પોલીસ નિરપરાધ લોકોને પરેશાન કરવા લાગી. આ જોઈએ બાલકૃષ્ણે આત્મસમર્પણ કરી દીધું. તેમના ત્રીજા ભાઈ *વાસુદેવ ચાફેકર* પણ હતા. તે સમજી ગયા કે બંને ભાઈને ફાંસી થશે. તેમનું મન *કેસરીયા* પરિધાન ધારણ કરવા તૈયાર થઈ ગયું. તેમને પૂ.માતા પાસે પોતાના મોટાભાઈઓની જેમ બલિદાનના માર્ગ પર જવાની આજ્ઞા માંગી. *વીર માતા* 🙏એ અશ્રુભિની આંખે વાસુદેવને છાતીએ લગાવી, તેના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. હવે વાસુદેવ અને તેના મિત્ર મહાદેવ રાનડેએ બે દ્રવિડ બંધુઓને તેમના પાપની સજા આપવાનો નિશ્ચય કર્યો. દ્રવિડ બંધુઓ પુરસ્કારના નાણાં મેળવી ખાવા-પીવા અને મોજ-મસ્તીમાં વ્યસ્ત હતા. ૮ ફેબ્રુઆરી ૧૮૯૯ના વાસુદેવ અને મહાદેવે પંજાબી પોશાક પહેરી, રાતે તેમના ઘરે પહોંચી ગયા. આ બે દ્રવિડ બંધુ તેમના મિત્રો સાથે બાજીપત્તા રમી રહ્યા હતા. નીચેથી વાસુદેવે પંજાબી લહેકામાં ઉર્દૂ શબ્દોનો ઉપયોગ કરી તેમને કહ્યું બંનેને બુરઈન સાહેબ થાણામાં બોલાવે છે. થાણામાં તેમને હંમેશાં બોલાવવામાં આવતા હોઈ તેમને કોઈ શંકા ન ગઈ અને રમત સમાપ્ત થતાં જ થાણામાં જવા નિકળ્યા. રસ્તામાં વાસુદેવ અને મહાદેવે બંને દ્રવિડ બંધુઓ રોકી તેમના પર ગોળીઓની વર્ષા કરી. *ગણેશ સ્થાન પર જ મરાયો અને રામચંદ્ર દવાખાનામાં મૃત્યુ પામ્યો*. પછી ત્રણેય ચાફેકર બંધુઓના બલિદાન થાય છે. *ચાફેકર બંધુઓની દેશભક્તિને વંદન.🙏* ૧૬ વર્ષના કિશોર *વિનાયક દામોદર સાવરકર* ચાફેકર બંધુઓ પર કાવ્ય રચી, તેને વાંચતા વાંચતા આખી રાત રડ્યા હતા. .. *ગદ્દારોથી બચીએ અને દેશને બચાવીએ.* *વિવિધ વાતો જાણવા* .... https://whatsapp.com/channel/0029Va57VG63LdQSSaDgqG1e ..વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
🙏 1

Comments