Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
February 17, 2025 at 02:39 PM
રાજ્યના નગરો-મહાનગરોમાં વિવિધ વિકાસ કામો હાથ ધરવા તેમજ ‘ઈઝ ઓફ લિવિંગ’ વધારવાની નેમ સાથે રૂ. 537 કરોડની રકમ ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત મંજૂર કરી. આ નાણાંનો ઉપયોગ સ્ટોર્મ વોટર ડ્રેનેજ, આંતરમાળખાકીય સુવિધાઓ, માર્ગ મરામત, પાણી પુરવઠા પાઇપલાઇન, શહેરી બસ પરિવહન યોજના સહિતના કામો માટે થશે. જે અંતર્ગત, હાથ ધરાનારા મહત્ત્વના પ્રોજેક્ટ્સ અને નાણાની ફાળવણી: 🔹રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે રૂ. 212.50 કરોડની ફાળવણી. 🔹અમદાવાદ મહાનગરપાલિકાને ‘મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના’ અંતર્ગત 260 ઈલેક્ટ્રિક બસ અને 7 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે અનુદાન તરીકે રૂ. 58.47 કરોડ રૂપિયાની ફાળવણી. 🔹ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય, રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો માટે આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિ અન્વયે રૂ. 35 કરોડની ફાળવણી. 🔹ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના 10 કામો માટે રૂ. 3.98 કરોડની ફાળવણી. 🔹નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ. 13.35 કરોડ સહિત 25 કરોડ રૂપિયાની ફાળવણી. 🔹દ્વારકા નગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે રૂ. 131.76 કરોડની ફાળવણી. આ કાર્યો થકી બેટ દ્વારકા, નાગેશ્વર અને શિવરાજપુર પ્રવાસનધામની મુલાકાતે આવનારા પ્રવાસીઓ તથા દ્વારકાના નગરજનોને ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળશે. 🔹વિસનગર-પાલનપુર-ટંકારા-કેશોદ-સિદ્ધપુર અને માંડવી નગરપાલિકાઓને કુલ રૂ. 70.48 કરોડની ફાળવણી.
🙏 👍 ❤️ 17

Comments