Chief Minister Of Gujarat

Chief Minister Of Gujarat

64.7K subscribers

Verified Channel
Chief Minister Of Gujarat
Chief Minister Of Gujarat
February 22, 2025 at 02:40 AM
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે AIDS Society of India દ્વારા અમદાવાદ ખાતે આયોજિત 16મી નેશનલ કોન્ફરન્સ - ASICON 2025નો દેશ-વિદેશથી પધારેલ તબીબી જગતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આજે શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે HIV એઇડ્સ નાબૂદી અને જાગૃતિ અભિયાનમાં પ્રશંસનીય કામગીરી કરનાર તબીબોને સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સંસ્થાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં શ્રેષ્ઠ જનઆરોગ્ય સુવિધાઓની સાથે એઇડ્સ, ટીબી અને કેન્સર જેવી બીમારીઓ સામે લડવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમણે એઇડ્સ નાબૂદીના પ્રયાસોમાં ગુજરાતને દેશમાં અગ્રેસર ગણાવી ગુજરાત બજેટ 2025-26માં રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રને વધુ સુદ્રઢ કરવાની નેમ સાથે બજેટ ફાળવણીમાં થયેલ માતબર વધારાનો ઉલ્લેખ કર્યો હતો. હોલીસ્ટિક હેલ્થકેરની પ્રણાલીને અનુસરીને ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રની કામગીરી અંગે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ને સાકાર કરવા ટીમ ગુજરાતની પ્રતિબદ્ધતા તેમજ એઈડ્સ નાબુદીના પ્રયાસોને વધુ વેગવાન બનાવવામાં આ કોન્ફરન્સ મહત્ત્વની બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
👍 🙏 8

Comments