Chief Minister Of Gujarat

Chief Minister Of Gujarat

64.7K subscribers

Verified Channel
Chief Minister Of Gujarat
Chief Minister Of Gujarat
February 23, 2025 at 10:29 AM
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને આજે મહારાષ્ટ્રના પુણે ખાતે આયોજિત વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની 27મી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જમીન ટ્રાન્સફર, ખાણકામ, બળાત્કાર અને POCSO એક્ટના કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (FTSC) યોજનાનો અમલ, ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS-112), દરેક ગામમાં બેંક શાખાઓ/પોસ્ટલ બેંકિંગ સુવિધા, રેલ્વે પ્રોજેક્ટ અને ખાદ્ય સુરક્ષા ધોરણો સંબંધિત કુલ 18 મહત્ત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિકાસમાં બધા રાજ્યોની સામૂહિક ભાગીદારીથી કો-ઓપરેટિવ ફેડરલીઝમની એક નવી પરિભાષા આપી છે. તેમણે માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીના દિશાદર્શનમાં પાછલા વર્ષોમાં ઝોનલ કાઉન્સિલની બેઠકો પરસ્પરના સહિયારા પ્રયાસોથી સમાન સમસ્યાઓના સમાધાન માટે ઉપયુક્ત બની હોવાનું જણાવી માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ કરેલા સૂચનો પર ત્વરાએ યોગ્ય કામગીરી કરવાની ખાતરી ઉચ્ચારી હતી.
👍 🙏 ❤️ 😢 21

Comments