Chief Minister Of Gujarat

Chief Minister Of Gujarat

64.7K subscribers

Verified Channel
Chief Minister Of Gujarat
Chief Minister Of Gujarat
February 26, 2025 at 12:03 PM
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના શિક્ષણ વિભાગ અને 'સેવ કલ્ચર સેવ ભારત' ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા-2025નો ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની બધી જ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ રહેલી આ સાંસ્કૃતિ વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો યુગ ચાલી રહ્યો છે. તેમણે સંસ્કાર સિંચનના મહાકુંભ સમાન આ વક્તૃત્વ સ્પર્ધા યુવાનોમાં ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગરૂક્તા અને વિરાસતોનું ગૌરવ પુનઃસ્થાપન કરવાનું પ્રેરણા સિંચન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી વિકસિત ભારતના નિર્માણ માટે મૂલ્યનિષ્ઠા અને સંસ્કૃતિના વાહક બનવા યુવાઓને આહવાન કર્યું હતું.
👍 🙏 ❤️ 9

Comments