Bhupendra Patel
February 24, 2025 at 04:38 PM
રાજ્યના પ્રતિભાશાળી યુવાનોને મળું.. તેમની સાથે પ્રત્યક્ષ વાતચીત થાય, ત્યારે હંમેશા કંઈક નવી ઊર્જા અને જાણકારી મળતી હોય છે.
આજે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત 'સોમનાથ મહોત્સવ' માં સહભાગી થવા ગીર-સોમનાથ જિલ્લામાં છું, ત્યારે રાજ્યના આવા જ કેટલાક યુવાનો સાથે સંવાદનો અવસર મળ્યો.
આ યુવાનો, વિવિધ સેક્ટર્સમાં લોકોને ઉપયોગી થાય તેવી કામગીરી કરીને તેનો સોશ્યલ મીડિયાના માધ્યમથી સુંદર રીતે પ્રસાર કરે છે. સોશ્યલ મીડિયાનો ક્રિએટીવ રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય તે આ યુવાનો પાસેથી જાણવા જેવું છે.
આજની મારી મુલાકાત દરમિયાન, તેમની સાથે ગુજરાત અને દેશના વિકાસ સબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત@ 2047’ નું વિઝન આપ્યું છે, તેને સાકાર કરવામાં આ સૌ યુવા પોતાની સ્કીલ્સનો ઉપયોગ કરીને યોગદાન આપે તેવું આહવાન કર્યું.
#gujaratsocialmediachampions
🙏
❤️
👍
15