Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
February 25, 2025 at 02:49 AM
શ્રી સોમનાથ મંદિરના સાનિધ્યમાં ત્રિ-દિવસીય ‘સોમનાથ મહોત્સવ’ નો શુભારંભ કરાવ્યો. મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આ મહોત્સવ અંતર્ગત ખ્યાતનામ કલાકારો દ્વારા સંગીત અને નૃત્યોની પ્રભાવક પ્રસ્તુતિ કરવામાં આવશે. આ મહોત્સવમાં ‘કલા દ્વારા આરાધના’ નો અભિગમ રાખવામાં આવ્યો છે. શાસ્ત્રીય કળાઓ એ ઈશ્વરની આરાધનાનું સુંદર માધ્યમ છે. શિવજીની આરાધનામાં લીન થઈને ગીત અને નૃત્યરૂપે ભક્તિભાવની અભિવ્યક્તિ કરવામાં આવે એનાથી રૂડું બીજું શું હોય? સોમનાથ મહોત્સવનું આ સ્થળ માત્ર ધર્મસ્થાનક જ નહીં, પરંતુ સંકલ્પ અને સંસ્કૃતિના પ્રતીકની સાથોસાથ ભારતીય અસ્મિતાનું પણ અજોડ પ્રતીક છે. એટલું જ નહીં, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું જીવંત ઉદાહરણ પણ છે. સોમનાથ મંદિરનું પુર્નનિર્માણ કરાવનારા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના આ વર્ષમાં સૌ પ્રથમવાર સોમનાથ મહોત્સવ યોજાઈ રહ્યો છે, તે એક સુભગ સંયોગ છે. ધર્મ અને કલાને જોડતા આ સુંદર આયોજન બદલ ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ, શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
🙏 👍 ❤️ 16

Comments