Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
February 25, 2025 at 04:33 PM
આજના સમયમાં યુવા પેઢી ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે જાગૃત થાય, તેના મનન અને આચરણના પથ પર આગળ વધે તે ખૂબ જરૂરી છે. આ જ ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ‘સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન’ ના ઉપક્રમે ગુજરાતની તમામ કોલેજના વિદ્યાર્થીઓ માટે ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો આજે ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો. આ સ્પર્ધા અંતર્ગત કોલેજના યુવાનો ચારિત્ર્ય નિર્માણ, સંવિધાન, સંસ્કારના મહત્ત્વ, માન-મર્યાદા અને સુશીલતા તેમજ વિકસિત ભારત જેવા મુદ્દાઓ પર દમદાર વક્તવ્ય રજૂ કરશે. વિજેતાઓને એવોર્ડ અને પુરસ્કારથી સન્માનિત કરીને તેમને પ્રોત્સાહિત કરાશે. વિકાસ ત્યારે જ સાર્થક ગણાય જો એ ઉચ્ચ માનવીય મૂલ્યોને જાળવીને થયો હોય.. જો એ સાંસ્કૃતિક વિરાસતને જાળવીને થયો હોય. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત’નું જે વિઝન આપ્યું છે, તેમાં પણ વિકાસ અને વિરાસત એ બંને બાબતોને સમાન પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ સ્પર્ધા યુવાનોમાં સંસ્કાર સિંચનનો મહાકુંભ બની રહે અને તેના માધ્યમથી યુવાનોમાં સંસ્કૃતિ અને સંસ્કારો પ્રત્યે ખૂબ મોટાપાયે જાગૃતિ આવે તેવી અભ્યર્થના વ્યક્ત કરું છું.
🙏 👍 ❤️ 17

Comments