Collector Gir Somnath
February 20, 2025 at 06:45 AM
*ભૂતિયા આંગણવાડી ઉભી કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી* -------------------- કોડિનાર તાલુકાના કડવાસણ ગામના સરકારી સર્વે નંબર-૨૬માં ખાનગી ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ થતી જમીનમાં આંગણવાડીનું બોર્ડ મારી ગેરમાર્ગે દોરવા અંગેની રજૂઆત મળી હતી. જે પરત્વે મામલતદારશ્રી, કોડિનારની ટીમ તથા સી.ડી.પી.ઓ. દ્વારા તપાસ કરતા આ જગ્યામાં આંગણવાડી આવેલ ન હોવાનું માલૂમ પડતાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આ જગ્યા નેશનલ હાઈવેમાં સંપાદન થયેલ જમીન પૈકીની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
👍 ❤️ 😮 🙏 21

Comments