ભરતી મેળા અને નોકરીની માહિતી ગ્રુપ.
February 28, 2025 at 05:29 AM
ચાણક્ય કરિયર એકેડેમી જૂનાગઢ, બસ સ્ટેન્ડ રોડ નરસિંહ મહેતા તળાવ પાસે, બસ સ્ટેન્ડ નજીક. ન્યૂ સંકલ્પ કોમ્પલેક્ષ 3rd ફ્લોર. 9978517103/ 7265959351. *ગુજરાતી 20 માર્ક્સ.* અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભાગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યાં. રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી. ગુજરાતની સ્થાપનાનાં શરૂઆતનાં વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. ઈ. સ. 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો. એ પછી ગણતરીનાં વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. સડકો પહોળી અને સ્વચ્છ છે. તેમજ 'ક'થી 'જ' સુધી એમ કક્કાવારી પ્રમાણેના સાત આડા મુખ્ય માર્ગો છે, જ્યારે 0-1-2-3 એમ ઊભા કુલ 8 માર્ગો છે. આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે. ફૂલો અને વૃક્ષોનું આ નગર છે. શિક્ષકે અમને કહ્યું, “આ નગરને ગ્રીનસિટી પણ કહેવામાં આવે છે.” હરિયાળું નગર ! લીલુંછમ નગર ! પ્રકૃતિની ગોદમાં રમતું નગર ! શાંત, સુંદર અને ભવ્ય. દૂરદૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો અને વ્યાવસાયિકોનું આ નગર છે. જાણે ત્રિવેણી સંગમ ! રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ ! અમારી બસ 'ચ' રોડ પરથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભાગૃહ અમે જોવાનાં હતાં તેથી ખૂબ જ રોમાંચિત હતાં. બસ વિધાનસભાગૃહની બિલકુલ સામે ઊભી રહી. અમે નીચે ઊતર્યા. “વાહ ! કેવું ભવ્ય ભવન !” પ્રકૃતિએ ઉત્સાહભેર કહ્યું. “ખરેખર, ભવ્ય અને રમણીય !” એની વાતમાં મેં સૂર પૂરાવ્યો. ગુજરાત રાજ્યના વિધાનસભાગૃહનું નામ ‘વિઠ્ઠલભાઈ પટેલ ભવન' છે. અમારા આચાર્યશ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભાગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી. વિધાનસભાગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટપાસ મેળવી અંદર પ્રવેશ્યાં ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી. રાજ્યનું વિધાનસભાગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો. અંદર પ્રવેશતાં જ અક્ષય બોલી ઊઠ્યો : “અરે ! પેલી સીડી તો જુઓ !" એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ. અમે સીડી પર ચડવા અધીરાં બન્યાં. ઍસ્કેલેટરના પહેલે પગથિયે ઊભા રહેવા સાથે જ પળવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયાં. ત્યાંથી અમે વિધાનસભાની ગૅલેરીમાં થઈને વિધાનસભાગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી. પ્રશ્નો :- 1. ગાંધીનગર શહેરમાં કુલ કેટલા સેક્ટર છે ? (A) 30 (B) 3 (C) 19 (D) આપેલ એકપણ નહિ 2. ઉપરોક્ત ફકરામાંથી ગાંધીનગર શહેર માટે કયો શબ્દ પ્રયુક્ત થયો નથી ? (A) શાંત (B) સુંદર (C) ભવ્ય (D) અદ્ભુત 3. ત્રિવેણી સંગમ તરીકે કઈ પ્રવૃત્તિ વર્ણવાઈ નથી ? (A) રાજકીય (B) સામાજિક (C) સાંસ્કૃતિક (D) આધ્યાત્મિક 4. કક્કાવારી પ્રમાણે કુલ કેટલા માર્ગો છે ? (A) 6 (B) 7 (C) 8 (D) 9 5. કયો શબ્દ ફક્ત વિધાનસભા માટે પ્રયુક્ત થયો છે ? (A) ભવ્ય (B) રમણિય (C) સાંસ્કૃતિક (D) આધ્યાત્મિક જવાબ રાતે મૂકવા આવશે વિધાર્થી મિત્રો ટેલીગ્રામ ચેનલ પર વિધાર્થી મિત્રો લિંક 👇 https://t.me/chanakyajnd

Comments