📢 ગુજરાત માહિતી 📢
                                
                            
                            
                    
                                
                                
                                February 26, 2025 at 11:58 AM
                               
                            
                        
                            *બોર્ડના વિદ્યાર્થીઓને મોકલો*
1) તમામ વિદ્યાર્થીઓ પોતાની હોલ ટિકિટની 2 ઝેરોક્સ કાઢીને રાખે.
2) ઓરિજિનલ હોલ ટીકીટ ફાટે નહિ,ખોવાઈ જાય નહીં તેનું ધ્યાન રાખે.
3) ઝેરોક્સ વાલીને મળે એ રીતે આપી રાખવી. આકસ્મિક સંજોગોમાં ઝેરોક્સ પર સહી સિકકા કરાવીને આગળ ઉપયોગમાં લેવી.
4) પરીક્ષા વખતે દરેક પેપરમાં હોલ ટિકિટમાં જવાબવહી નંબર લખવા.અને સુપરવાઇઝરની સહી ભૂલ્યા વગર કરાવી લેવી.
5) પરીક્ષા સ્થળ પર સમયસર પહોંચી જાવું. અપડાઉન વાળા વિદ્યાર્થી જલ્દી નીકળે ઘરે થી.
6) આગળ ના દિવસે સ્થળ પર જઈને પોતાની બેઠક વ્યવસ્થા જોઈ લેવી.
7) પોતાની જગ્યા પર શાંત ચિત્તે બેસવું. ઊંડા શ્વાસ લઈ મન શાંત કરવું. વાતો કરવી નહીં.વધુ પડતી હલનચલન કરવી નહીં.
8) સુપરવાઇઝરની સૂચના ખાસ સાંભળવી.
9) પ્રથમ 15 મિનિટમાં પેપર શાંતિથી વાંચીને જવાબ યાદ કરી લેવા. MCQ શાંતિથી વાંચવા.શબ્દો પર ધ્યાન આપવું. MCQના જવાબ પેપરમાં ટિક કરવા નહિ. નહિ તો કોપી કેસ ગણાશે. અન્ય કોઈ લખાણ પેપર પર લખવું નહિ.
10) અક્ષર સુંદર રાખવા.વધુ પડતી ચેકચાક કરવી નહીં.
11) દરેક સેક્શન નવા પેજ પર શરૂ કરવો. બે સેક્શનના પ્રશ્નો મિક્સ ન કરવા. જો કોઈ પ્રશ્ન રહી જાય તો બાદમાં લખી લેવો. તેના માર્ક્સ ગણાશે. બસ આપનો પ્રશ્ન છૂટે નહિ તે ધ્યાનમાં રાખવું.
12)3/4પેન,પેન્સિલ,ઇરેઝર,શાર્પનર, સ્કેલ ટ્રાન્સપેરેન્ટ પાઉચમાં યાદ કરીને લઈ જાવું. બીજા પાસે કોઈ વસ્તુ માંગવી નહિ.
13) દરેક પ્રશ્ન લખાઇ જાય એટલે એને પેપરમાં હલકી રાઈટ ટિક કરતા જાઓ. છેલ્લી 15 મિનિટમાં ક્રોસ ચેક કરો કે કોઈ પ્રશ્ન લખવાનો છૂટી તો નથી ગયો ને? બાકી હોઈ તો પૂર્ણ કરો.
14) બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકર યોગ્ય જગ્યાએ લાગેલા હોવા જોઈએ. બારકોડ સ્ટીકર સુપરવાઇઝર જાતે લગાવશે. છેલ્લે લખેલ પેજની સંખ્યા સુપરવાઇઝરને લખાવી દેવી.
15) પરીક્ષા બાદ પેપર પર ચર્ચા ન કરતા આગળના પેપરની તૈયારી કરવી. કોઈ પ્રશ્ન ન આવડે,છૂટી જાય તો તેની અસર બીજા પેપર પર ન પડે તે ધ્યાન રાખો.
16) તમારી કરેલી આખા વર્ષની મેહનત રંગ લાવશે.પોતાના પર વિશ્વાસ રાખો.
*👉 આ પણ વાંચો 👇*
👉 *https://bit.ly/gujarati-news-samachar*
*💐 પરીક્ષા આપનાર તમામ વિધાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐*
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        2