C R Paatil
C R Paatil
February 18, 2025 at 10:27 AM
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં અભૂતપૂર્વ વિજય બદલ સૌ ઉમેદવારોને અભિનંદન પાઠવું છું. ગુજરાતને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર અતૂટ વિશ્વાસ રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા એ સમયે ગુજરાત વિકાસનાં ધોરી માર્ગ પર પૂરપાટ ઝડપે દોડી રહ્યું હતું, માનનીય મોદી સાહેબ ભારતનાં પ્રધાનમંત્રી બન્યા એ પછી ગુજરાતનાં વિકાસની ગતિ અનેકગણી વધી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં માર્ગદર્શન તેમજ નેતૃત્વમાં, માનનીય કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની વિકાસની રણનિતી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરેલા વિકાસ કાર્યો પર ગુજરાતની જનતાએ ફરી એકવાર મ્હોર મારી છે. આ મ્હોર નાગરિકોનાં વિશ્વાસની મ્હોર છે. આ અતૂટ અને મૂલ્યવાન વિશ્વાસ બદલ હું ગુજરાતનાં સૌ મતદાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનાં આધારસ્તંભ સમાન કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવું છું, આ એ કાર્યકર્તાશ્રીઓ છે-જેમણે “સત્તા થકી સેવા”નાં સંસ્કારને સાકાર કર્યા છે. જનસેવાને જીવનનું સૂત્ર બનાવ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં માર્ગદર્શનમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં ગુજરાત વિકસિત ગુજરાતનાં સંકલ્પને સાકાર કરી રહ્યું છે, વૈશ્વિક સ્તરે પોતાની ઓળખને વધારે મજબૂત કરી રહ્યું છે ! મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં સૌ વિજેતા ઉમેદવારો “જનસેવા”નાં સંસ્કારને સાકાર કરી, સેવા કાર્યો-વિકાસકાર્યોનાં યજ્ઞમાં પોતાની મૂલ્યવાન આહુતિ સદાય આપતા રહેશે. જય હિંદ 🇮🇳🇮🇳
🙏 ❤️ 👍 🇮🇳 🪷 31

Comments