
Maruti Electronics Officials
February 17, 2025 at 05:53 PM
🙌🙇આજે મહા વદ પાંચમ,શ્રી રણછોડરાયજી મહારાજ ના વર્તમાન મંદિર નો 254મોં પાટોત્સવ🧧📜❤️✨🥰🙏🛕🚩💫
📆 સંવત ૧૨૧૨ માં દેવ દિવાળી ના દિવસે દ્વારકા થી ડાકોર પધાર્યા બાદ શ્રી રણછોડરાય મહારાજ સૌપ્રથમ ગોમતી ઉપર બિરાજ્યા હતા . ત્યારબાદ બોડાણાના ભોંયરા તરીકે ઓળખાતી જગ્યાએ અને તે પછી ઈ.સ. ૧૭૨૫ ના અરસા માં વર્તમાન શ્રી લક્ષ્મીજી મંદિર નું નિર્માણ થતા તેઓ આ મંદિર માં બિરાજ્યા હતા . તે સમય ગુજરાત માં મરાઠા શાસનની શરૂઆતનો હતો. પીલાજીરાવ ગાયકવાડ પર મોગલ બાદશાહ દ્વારા ડાકોર માં ખૂની હુમલો કરાવવામાં આવે છે અને સાવલીમાં તેમનું નિધન થાય છે, જ્યાં તેમની સમાધિ આજે પણ છે . આ પછી ગુજરાત માં મરાઠા શાસન ની શરૂઆત થાય છે . ધર્મપ્રેમી પેશ્વા અને ગાયકવાડ દ્વારા શ્રી રણછોડરાય મહારાજ ને ડાકોર અને કંજરી ગામ ભેંટ માં આપીને તેનો વંશપરંપરા થી વહીવટ કરવાની સનદ શ્રી તાંબેવકરને આપવામાં આવે છે . જે પૈકી ના પ્રથમ સરદાર ગોપાલ રાવ તાંબેવેકર દ્વારા ડાકોરમાં શ્રી રણછોડરાય મહારાજ ના વર્તમાન મંદિરનું બાંધકામ કરાવવામાં આવે છે . ઈ.સ ૧૭૭૨ માં આશરે એક લાખ રૂપિયા ના ખર્ચે વર્તમાન મંદિરનું નિર્માણ થાય છે અને શ્રી રણછોડરાય મહારાજ ને મહા વદ પાંચમ ના રોજ આ મંદિર માં પાટ પર પધરાવવામાં આવ્યા હતા. આથી આ દિવસ વર્તમાન મંદિર નો પાટોત્સવ છે . આ દિવસે શ્રી રણછોડરાય જી ને મંગળા આરતી બાદ ઋતુ અનુકૂળ વિશેષ વસ્ત્ર -ભોગ-શૃંગાર અને શૃંગાર આરતીમાં અબીલ-ગુલાલ અર્પણ કરવામાં આવે છે , જે હોળીખેલ કહેવાય છે . શૃંગાર આરતી સમયે તિલક અને રાજભોગ માં કંસાર તથા તે બાદ મહાભોગ અર્પણ કરવામાં આવે છે. સાંજે વર્ષ માં એકજ વાર શુદ્ધ ઘી થી દીપ મહોત્સવ ઉજવાશે..🪔🎇🧨🎆❤️✨🥰🙏🛕🚩💫
🙌🙇।।श्रीकृष्ण सदा सहायते।।🦚❤️✨🌍🥰🙏🛕🚩💫
🙌🙇જય હો રાજાધિરાજ રણછોડરાય મહારાજ 🙏🛕🚩💫
#dakor #ranchodray #kanha #krishnalove #kanudo#dwarka #dwarkadhish #dwarkadhish_temple #dakornathakor #dakortemple #dakor_city_of_krishna #kheda #kanhaji #krishnaradhajaydwarkadhish❤️
#jaydwarkadhish🚩👑
#jaydw