📰𝗕𝗥𝗘𝗞𝗜𝗡𝗚 ℕ𝔼𝕎𝕊🗞️
📰𝗕𝗥𝗘𝗞𝗜𝗡𝗚 ℕ𝔼𝕎𝕊🗞️
February 7, 2025 at 02:46 PM
કુલ ૨૦ જેટલાં કોટેજ બળીને ખાખ થઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ ભયાવહ આગમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. શા કારણોસર આગ લાગી? પ્રાપ્ત માહિતી અનુસાર જે કોટેજ બનાવાયા છે તેમાં એસી લગાવવામાં આવ્યા હતા. અને આ જ એસીનાં ગેસ સિલિન્ડર લીક થવાના કારણે આગ ભભૂકી (Maha Kumbh Fire) હતી. કુંભમેળાના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, મેળા વિસ્તારના સેક્ટર 18માં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈનું મોત થયું નથી કે કોઈ ઘાયલ પણ થયું નથી. અધિકારી જણાવે છે કે, "આગને કાબૂમાં લેવામાં આવી છે. તે ઇસ્કોન કિચનમાં લાગી હતી. અને પછી અન્ય ટેન્ટમાં પણ ફેલાઈ હતી. આમાં કોઈ જાનહાનિ કે કોઈનાં સળગી જવાની કે ઈજા થવાની ઘટના બની નથી. ૨૦-૨૨ ટેન્ટ બળી ગયા છે” એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આગ પાછળના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.

Comments