
Sports with Adhiraj Jadeja AJ
February 4, 2025 at 08:16 PM
આવું પણ થાય.
તમે ભલે રોહિત શર્મા કે વિરાટ કોહલી સાથે કામ કરતા હોવ, પણ તેનાથી લોકો તમને ઓળખશે જ એવું જરૂરી નથી.
આવું જ કંઈક ટીમ ઇન્ડિયાના થ્રો ડાઉન સ્પેશિયાલીસ્ટ બોલર 'રઘુ' સાથે થયું.
ટીમ ઇન્ડિયા નાગપુર હોટલ પહોંચી ત્યારે આ 'રઘુ' પણ ટીમ સાથે બસમાંથી ઉતર્યો અને હોટલ તરફ જઈ રહ્યો હતો.
એવામાં પોલીસ કર્મીઓએ તેને ક્રિકેટ ફેન (ચાહક) સમજી હોટલમાં જતો અટકાવ્યો.
જોકે ટીમના અન્ય સ્ટાફને ખ્યાલ આવતા વચ્ચે પાડીને મામલો થાળે પાડ્યો અને પોલીસ કર્મીને જણાવ્યું કે આ ભાઈ ટીમના જ સભ્ય છે, ત્યારબાદ 'રઘુ' ને જવા દીધો હતો. 😀
*Sports with Adhiraj*
https://www.instagram.com/share/BAQo0jmHvi
😮
1