MangoPeople Parivar
MangoPeople Parivar
February 15, 2025 at 03:54 AM
પ્રોજેક્ટ મુસ્કાન : દિકરીઓના ચહેરા પર મુસ્કાનની ચમક મેંગોપીપલ પરીવાર સંસ્થા સમાજમાં દીકરીઓની સ્વચ્છતા અને આરોગ્ય માટે તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતી છે. આ સંસ્થા દ્વારા શરૂ કરાયેલ પ્રોજેક્ટ મુસ્કાન દીકરીઓના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો એક અનોખો પ્રયત્ન છે. રાજકોટ, જામનગર, વાંકાનેર અને આસપાસના નાના ગામડાઓમાં છેલ્લા 7 વર્ષથી પ્રોજેક્ટ મુસ્કાન દ્રારા હજારો દીકરીઓને સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અનુઠા સેવા કાર્ય દ્વારા દીકરીઓના શારીરિક સ્વચ્છતા અને આરોગ્યને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરાય છે. * હેતુ અને પ્રભાવ - પ્રોજેક્ટ મુસ્કાનનો મુખ્ય હેતુ દીકરીઓને શારીરિક સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આ સેવા દ્વારા ઘણી દિકરીઓના જીવનમાં એક નવી ઉર્જા અને ઉત્તેજનાનું સંચાલન થાય છે. * કાર્યપદ્ધતિ - સેનેટરી પેડ વિતરણ ઉપરાંત મેંગોપીપલ પરીવાર સંસ્થા દ્વારા દીકરીઓને આરોગ્ય અને સ્વચ્છતા અંગે સેમીનારનું પણ આયોજન કરવામાં આવે છે. પ્રોજેક્ટ મુસ્કાનનો હેતુ દીકરીઓને તેમના શરીરના આરોગ્ય અંગે સમજણ અને માનસિક મજબૂતી પૂરી પાડવાનો છે. * સહયોગ અને આવકાર - આ અનોખા સેવા કાર્યમાં સહયોગ આપવા માટે, મો. 9276007786 નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે. આવો આપણે સૌ સાથે મળીને દીકરીઓના ચહેરા પર મુસ્કાન લાવીએ અને તેમના જીવનમાં આનંદ ફેલાવી શકીએ. ચાલો, સાથે મળીને આ સેવા કાર્યોમાં યોગદાન આપીએ અને દીકરીઓના ચહેરા પર મુસ્કાન લાવીએ...

Comments