MangoPeople Parivar
MangoPeople Parivar
February 24, 2025 at 04:23 AM
પ્રોજેક્ટ મુસ્કાન દ્વારા વાંકાનેરની દિકરીઓના ચહેરા પર મુસ્કાન રેલાવવાનો નાનકડો પ્રયાશ... . મેંગોપીપલ પરીવાર દ્વારા શરુ કરાયેલ પ્રોજેક્ટ મુસ્કાન દ્વારા તાજેતરમાં વાંકાનેરની દિકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટનું મુખ્ય ઉદ્દેશ દિકરીઓને શારીરિક સ્વચ્છતા વિષે જાગૃતિ લાવવાનો હતો, જેથી તેઓ વધુ સશક્ત બની શકે. પ્રોજેક્ટ મુસ્કાનના ફાઉન્ડર શ્રીમતી રુપલબેન રાઠોડ દ્વારા શારીરિક સ્વચ્છતા વિષે એક સુંદર સેમિનાર આયોજિત કરવામાં આવ્યો. આ સેમિનારમાં ગંદા કપડાથી થતા નુકસાન અને સેનેટરી પેડના ફાયદા વિશે સમજાવાયુ. રુપલબેનના આ પ્રયાસને દિકરીઓને ખુબ જ ગમ્યું અને તેમની સમજણ વધુ મજબૂત બની. આ સેમિનારમાં દિકરીઓને સેનેટરી પેડના ઉપયોગ અને તેમને યોગ્ય રીતે ફેંકવાના માર્ગો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. દિકરીઓએ આ માહિતીનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવાની શરુવાત કરી અને અન્ય દિકરીઓને આ માહિતી પહોંચાડવાની શરુવાત કરી. મેંગોપીપલ પરીવારના આ પ્રયાસને વધુ મજબૂત બનાવવા માટે તમારો સહયોગ ખુબ જ મહત્વપૂર્ણ છે. આપ સહયોગ આપી દિકરીઓના ભવિષ્ય માટે યોગદાન આપી શકો છો. કોઈપણ મદદ માટે કે વધુ માહિતી માટે મનીષભાઈ રાઠોડ મો. 9276007786 પર સંપર્ક કરવો. ચાલો, સૌ સાથે મળીને દીકરીઓના ચહેરા પર મુસ્કાન લાવીએ. 😊🌟

Comments