
MangoPeople Parivar
February 28, 2025 at 11:34 AM
છેલ્લા ૭ વર્ષથી કાર્યરત છે પ્રોજેક્ટ મુસ્કાન...
પ્રોજેક્ટ મુસ્કાન જામનગરના સ્લમ વિસ્તારોમાં રહેલી જરુરીયાતમંદ દીકરીઓ માટે આશાનું કિરણ છે. આ પ્રોજેક્ટ દર મહિને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરી દીકરીઓના સ્વાસ્થ્ય અને સન્માનનું ધ્યાન રાખે છે. પ્રોજેક્ટ મુસ્કાન એ મેંગોપીપલ પરીવાર દ્વારા શરુ કરાયેલ પહેલ છે, જે દીકરીઓને ગંદા કપડાથી થતા નુકસાનોથી બચાવવા અને સેનેટરી પેડના ફાયદા સમજાવવાના કાર્યમાં અગ્રેસર છે.
પ્રોજેક્ટ મુસ્કાનનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓને સ્વાસ્થ્ય માટેનું જરૂરી માર્ગદર્શન આપવું છે. દીકરીઓને ગંદા કપડાનો ઉપયોગ ન કરવો પડે તે માટે તેનાથી થતા નુકસાન અંગે સમજાવીને, સેનેટરી પેડના વિવિધ ફાયદા સમજાવવામાં આવે છે. આ જ્ઞાન અને સહાયતા દીકરીઓને તેની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આરોગ્યપ્રદ અને નિડર જીવન જીવવાની પ્રેરણા આપે છે.
પ્રોજેક્ટના ફાયદા : પ્રોજેક્ટ મુસ્કાનમાં આપના અનુદાનનો મહત્તમ ફાયદો છે. વધુ અને વધુ દીકરીઓ સુધી આ સેવા પહોંચાડવા માટે આપનું અનુદાન મહત્વપૂર્ણ છે. આપના સહકારથી, પ્રોજેક્ટ મુસ્કાનના કાર્યને વધુ વિસ્તૃત કરી શકાય છે, અને વધુ અને વધુ દીકરીઓ આરોગ્યપ્રદ જીવન જીવવા માટે પ્રેરિત થઈ શકે છે.
આભાર : પ્રોજેક્ટ મુસ્કાનમાં આપનો સહકાર તથા સહયોગ અતિઉત્તમ છે. આપનો અમૂલ્ય સહયોગ આપવા માટે મો. 9276007786 નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે. આપના સહકારથી પ્રોજેક્ટ મુસ્કાનને વધુને વધુ દીકરીઓ સુધી પહોંચવામાં મદદ મળી શકે છે.
ચાલો સાથે મળીને દીકરીઓના ચહેરા પર મુસ્કાન લાવીએ 😊