MangoPeople Parivar
March 1, 2025 at 04:15 AM
મેંગોપીપલ પરીવાર સંસ્થા છેલ્લાં ૧૧ વર્ષથી ઝૂંપડપટ્ટી અને સ્લમવિસ્તારોમાં બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે કે સમાજના નબળા વર્ગના બાળકોને યોગ્ય શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટેની તક પૂરી પાડવી.
દૈનિક રીતે, મેંગોપીપલ પરીવાર સંસ્થાની ટીમ ઝૂંપડપટ્ટીમાં જઈને બાળકો માટે ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે. આ ક્લાસોમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સ્તરનું શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ઉપજાવવો અને તેમને અલગ-અલગ વિષયો સમજવામાં મદદરૂપ થવું એ સંસ્થાનું મુખ્ય લક્ષ્ય છે.
મેંગોપીપલ પરીવાર સંસ્થા વિદ્યાર્થીઓના અભ્યાસ પછી શુદ્ધ અને પૌષ્ટિક નાસ્તો પૂરાં પાડે છે જેથી તેઓ જાગૃત રહે અને શિક્ષણમાં વધુ શોખીન બને.
વધુમાં, મેંગોપીપલ પરીવાર સંસ્થા વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલમાં દાખલ પણ કરાવે છે, જેથી તેઓ વધુ ઊંડાણપૂર્વક શિક્ષણ મેળવી શકે. સંસ્થા વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક ખર્ચોને જાતે જ ઉઠાવે છે, જેથી બાળકોને તેમના શિક્ષણમાં કોઈ અડચણ ન આવે.
મેંગોપીપલ પરીવાર સંસ્થા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન પણ કરે છે, જેમ કે કલા, રમતગમત અને સામાજિક સેવાઓ હોઈ છે. આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે અને તેમને વિવિધ ક્ષેત્રોમાં અપાર અનુભવ મળે છે.
મેંગોપીપલ પરીવાર સંસ્થા દ્વારા કરાતી વિવિધ કાર્યો અને તત્પરતા અદ્વિતીય છે. જો તમે વધુ માહિતી મેળવીને આ કાર્યમાં સહભાગી થવા ઈચ્છો છો, તો મનીષભાઈ રાઠોડ મો. 9276007786 પર સંપર્ક કરવા અનુરોધ છે.
*ચાલો, સાથે મળી કોઈના સ્મિતનું કારણ બનીએ...*
.
https://www.youtube.com/@mangopeopleparivar