
📰 I Gujarat News 🗞️
May 26, 2025 at 03:07 AM
સંતરામપુરના કાળીબેલ ગામમાં રહેણાંક વિસ્તારમાં મગર દેખાયો: વન વિભાગ અને એનિમલ હેલ્પ ટ્રસ્ટે 8 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામમાં એક મોટો મગર રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યો હતો. આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ગામના સરપંચે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના કર્મચારીઓ અને એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે 8 ફૂટ લાંબા મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.
મગરને સુરક્ષિત રીતે પકડી લીધા બાદ વન વિભાગની ટીમે તેને યોગ્ય જળાશયમાં છોડી મૂક્યો હતો. મગરના રેસ્ક્યુ બાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં વારંવાર રહેણાંક વિસ્તારોમાં મગર પ્રવેશવાની ઘટનાઓ બને છે. આઈ ગુજરાત ન્યુઝ #igujaratnews #videoviralシ
