
JayYuvaShaktirk
May 31, 2025 at 03:09 PM
*D.el.ed(પીટીસી) એડમીશન પ્રક્રિયા*
*તંત્રની એક મોટી ભૂલ.....*
*હવે તો જૂની સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસ એકમાત્ર ઉપાય...*🔦📋
હાલ પી.ટી.સી. એડમીશન માટે ફોર્મ ભરવાનુ ચાલુ છે.
તમામ એડમીશન માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે પણ આટલા ડીઝીટલાઈઝેશન મા પણ એકમાત્ર PTC એવો કોર્સ છે જેમા ઓફલાઈન ફોર્મ ભરવાનુ અને દરેક કોલેજે કોલેજે રૂબરૂ જઈને ફોર્મ ભરવાનુ.
બીચારો વાલી....... 10 દિવસમા દોડી દોડીને કેટલી કોલેજમા ફોર્મ ભરી શકે ??
- એમાયે ખાનગી કોલેજવાળાએ તો જાહેરાત આવ્યા પહેલા લાગતા વળગતા ને એડમીશન આપી દિધા છે. અને હવે કોઈના ફોર્મ જ સ્વિકારતા નથી.😀
- સરકારી, ગ્રાન્ટેડ કોલેજમા ફોર્મ તો સ્વિકારે છે. પરંતુ એડમીશન માટે વેઈટીંગ ઉપર વેઈટીંગ રાઉન્ડ બહાર પડશે અને પારદર્શકતા કે મેરીટની જરરરરરરાય ગેરન્ટી નથી. સરવાળે ત્યા પણ લાગતા વળગતા ગોઠવાઈ જશે અને એક ગરીબ, મધ્યમવર્ગનો વાલી પોતાના દિકરી/દિકરા ને શિક્ષક બનાવવાનો વિચાર કરતો રહિ જશે.
- ખેડૂત ને એક ખાતર કે બીયારણ લેવા માટે પણ ઓનલાઈન કરાવતી સરકાર શુ આવડી મહત્વની ભાવિ શિક્ષક બનવાની એડમીશન પ્રોસેસ ઓનલાઈન કે પારદર્શક નથી કરી શકતી ?
- વાલીઓ અને તેના બાળકો.બિચારા આવા ધોમ તડકાના બસ, રીક્ષા કે લોકલ વાહનો બેસીને પછડાતા, ઠોકરો ખાતા 150-200 કી.મી. કાપી ફોર્મ ભરવા કોલેજે જાય ત્યા કોલેજવાળા તો *અમારો કવોટા પુરો થય ગયો, હવે જગ્યા નથી* આવુ ખુમારીથી કહિ દયે છે. આવી સંસ્થાઓમાથી બનનારા ભાવિ શિક્ષકો કેવા હશે ????
- એક કરતા વધુ કોલેજમા ફોર્મ ભરવાની છુટ તો આપી પણ તંત્ર ને એ વિચાર ના આવ્યો કે 10 દિવસમા વાલી રખડી રખડીને કેટલી કોલેજમા ફોર્મ ભરી શકે ???
- પ્રવેશ માટે વિદ્યાર્થીઓના અતિશય ધસારા વચ્ચે રોજનુ એક કોલેજમા માંડ માંડ ફોરમ ભરી શકાય.
- પોતાના બાળકને એડમીશન માટે વધુમા વધુ કોલેજમા ફોર્મ ભરવા વાલીઓ બીચારા બેબાકળા બન્ય છે. પણ આ વાલીઓ પાસે કયા ફોર વ્હિલ છે કે મોંઘા ટીકીટભાડા ખર્ચવાની સગવડ છે ?? બીચારા સસ્તા ભાડામા એકાદ કોલેજમા માંડ ફોર્મ ભરી થાકીને સુઈ જાય છે. સવારે પાછા ઉઠીને બીજી કોલેજની બસ પકડવાની........
- એ.સી. ઓફીસોમા બેસીને આવા તઘલખી નિર્ણયો લેતા અધીકારીઓને એક દિવસ એક કોલેજમા આ રીતે 4-5 વાહનો બદલી (એમા લોકલ બસ, ખટારો અને રીક્ષા પણ આવી જાય) ફોર્મ ભરવા જાય તો ખબર પડે કે કેટલુ અઘરુ છે.
- *આ બધુ કૌભાંડ રોકવાનો એક જ ઉપાય છે જુની સેન્ટ્રલાઈઝ એડમીશન પ્રોસેસ નહિતર ગરીબ વાલીઓ પીસાતા રહેશે અને લાગવગથી પીટીસી કરી ભાવિ શિક્ષકો બનતા રહેશે.*
PTC એડમીશન થી તદન કંટાળેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ વતી....
https://whatsapp.com/channel/0029Va9TfodIyPtNXySA1d0R
👍
5