Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
June 9, 2025 at 03:25 PM
આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 નિમિત્તે રાજભવન ખાતે આયોજિત ‘સહકારથી સમૃદ્ધિ સંમેલન'માં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની સાથે સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે, ગુજરાતમાં કૃષિ, પશુપાલન, ફાઈનાન્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકારિતાના માધ્યમથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી રહેલ પ્રગતિશીલ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને મળીને અને તેમના અનુભવો જાણીને ખૂબ આનંદ થયો. રાજભવનમાં આટલા સુંદર કાર્યક્રમના આયોજન બદલ માનનીય રાજ્યપાલશ્રીનો આભારી છું. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધરતીપુત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે પ્રેરિત કરવા બદલ અને આ અંગેની સુંદર જાણકારી આપવા બદલ પણ તેઓશ્રીનો આભાર વ્યક્ત કરું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં “સહકારથી સમૃદ્ધિ”ના મંત્ર સાથે સહકારિતા ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. PACS નો વ્યાપ વધારીને તેમના આધુનિકીકરણનું ખૂબ મહત્ત્વનું કાર્ય આજે દેશભરમાં થઈ રહ્યું છે. "સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર" અને "સહકારી સંસ્થાઓને સરકારના સહકાર"નું મોડલ આજે દેશમાં તૈયાર થઈ રહ્યું છે. ગુજરાત માટે તો ઘણા ગૌરવની વાત છે કે આપણા રાજ્યની સહકારી પ્રવૃત્તિઓ સમગ્ર દેશમાં રોલ મોડલ બની છે. દેશની પ્રથમ ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટી ગુજરાતમાં નિર્માણ થનાર છે, જે ગુજરાત અને દેશને સહકારી ક્ષેત્રે કૌશલ્યવાન માનવબળ પૂરું પાડશે. ‘વિકસિત ભારત - વિકસિત ગુજરાત’ના નિર્માણમાં ગુજરાતના સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ યોગદાન મળતું રહેશે તેવો વિશ્વાસ આ અવસરે વ્યક્ત કર્યો. જય સરદાર જય સહકાર
🙏 ❤️ 12

Comments