Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
June 11, 2025 at 04:18 AM
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત' અભિયાન તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ના ઉપલક્ષમાં આયોજિત યોગ શિબિરમાં સહભાગી થવાનો અવસર ખૂબ ઊર્જાપૂર્ણ બની રહ્યો. વહેલી સવારે ખુશનુમા માહોલમાં 15 હજારથી વધુ શહેરીજનોએ આ યોગ શિબિરમાં ભાગ લીધો તે ઘણાં આનંદની વાત છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટીતંત્રને આ આયોજન બદલ અભિનંદન. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં યોગ દ્વારા મેદસ્વિતા દૂર કરવા માટે દેશવાસીઓને આહવાન કર્યું હતું. જે અંતર્ગત રાજ્ય સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત' અભિયાન શરૂ કર્યું છે. જેને પરિપૂર્ણ કરવાની દિશામાં આ શિબિર એક સશક્ત પગલું સાબિત થશે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્ત થઈને નિયમિત યોગાભ્યાસ કરવાની અત્યંત જરૂર છે. યોગાભ્યાસ ઉપરાંત યોગ્ય આહાર-વિહાર અપનાવીને તણાવ, હાયપરટેન્શન, મેદસ્વિતા જેવી સમસ્યાઓથી આપણે મુક્તિ મેળવવી જ રહી. ગુજરાતના તમામ જિલ્લાના નાગરિકોને યોગથી પ્રેરિત થઈને 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત' અભિયાનમાં જોડાવાનો આગ્રહભર્યો અનુરોધ કરું છું. #obesityfreegujarat #internationalyogaday2025
🙏 👍 ❤️ 16

Comments