Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
June 12, 2025 at 08:33 AM
ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે આજે ‘બારડોલી દિવસ’ના અવસરે સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાતનો અવસર રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઓતપ્રોત કરનારો બની રહ્યો. અહીં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને ભાવાંજલિ પાઠવી. તેમજ, સરદાર નિવાસની મુલાકાત લઇ આશ્રમના ટ્રસ્ટીગણ પાસેથી સરદાર સાહેબે ખેડૂતો માટે કરેલા સંઘર્ષ અંગે તલસ્પર્શી જાણકારી મેળવી. સરદાર સાહેબ સ્વરાજ આશ્રમમાં તેમના નિવાસ દરમિયાન જે ખંડમાં વિવિધ રાષ્ટ્રહિત પ્રવૃત્તિઓ કરતા હતા, તે ખંડ અને સ્મૃતિચિન્હોનું નિરીક્ષણ કર્યુ, અને સરદાર સાહેબની ભાવવંદના કરી. #sardar150 #bardolidiwas
🙏 ❤️ 👍 😢 13

Comments