Haj 2025
Haj 2025
May 17, 2025 at 06:06 AM
નુસુક કાર્ડ વિશે અગત્યનું: હાજીઓને મક્કા કે મદીના ગયા બાદ મુઅલ્લિમના માણસો તરફથી દરેક હાજીને હોટલ અથવા બિલ્ડિંગ પર નુસુક કાર્ડ આપવામાં આવે છે, જે આખી હજયાત્રા દરમિયાન સૌથી મહત્ત્વનો આઈ ડી પ્રુફ ગણાય છે, પરંતુ જો સંજોગવશાત કોઈક ટેકનિકલ ઇશ્યુને કારણે કોઈ હાજીને નુસુક કાર્ડ ન મળે, તો આ સ્થિતિમાં નીચે મુજબ કરવું: ૧. સૌ પ્રથમ તો જો તમારા SHI (ખાદિમ)ની નિમણૂક થઇ ગઈ હોય તો તેમને જાણ કરવી, અને તેઓ જે કહે તે મુજબ ધીરજ રાખી સૂચનોને ફોલો કરવી. ઇન્શાઅલ્લાહ જલ્દ મળી જ જશે, કારણ કે આ કાર્ડ ઉપલબ્ધ કરાવવો એ મુઅલ્લિમની પણ જવાબદારીમાં આવે છે એટલે તેઓને પણ એટલી જ ચિંતા રહેશે. *છતાં જો સંજોગવશાત કાર્ડ મળવામાં મોડું થાય તો તમે ડિજિટલ નુસુકથી પણ કામ ચલાવી શકશો.* તેને મેળવવા માટે આ મુજબ કરવાનું રહેશે. 1. નુસુક એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરી લો. 2. ત્યાર બાદ વીઝા નંબર, પાસપોર્ટ નંબર, Email id વગેરે જેવી વિગતો નાખીને અકાઉન્ટ (આઈ ડી) બનાવો. 3. નુસુક એપ પર તમારું અકાઉન્ટ ક્રિએટ થયા બાદ આપોઆપ તમારું ડિજિટલ નુસુક કાર્ડ, QR કોડ સાથે જનરેટ થઈ જશે, જે તમને હોમ સ્ક્રીનમાં નીચેના ભાગે વચ્ચોવચ Nusuk Cardમાં દેખાશે. *આ જ તમારી ડિજિટલ નુસુક આઈ ડી છે, જેના થકી તમે જો ફિઝિકલી એટલે કે હાથમાં કાર્ડ સ્વરુપે સાથે ન હોય તો પણ હજના સમયે વિવિધ જગ્યાએ એક્સેસ મેળવી શકશો, અને સિક્યોરિટીને આ બતાવશો તો આ પણ માન્ય રહેશે.*
😢 ❤️ 👍 5

Comments