વાવ થરાદ જિલ્લો🪷
June 1, 2025 at 09:07 AM
*સંગઠનના કાર્યકર્તા એકવાર જરૂર વાંચે* *"* *સંગઠન* *"* એક *વ્યકિત* હતો, જે હંમેશા પોતાના *સંગઠનમાં* ખૂબ *સક્રિય* હતો. તેને બધા *ઓળખતા* હતા. દરેક તેને ઘણું *માન* સન્માન આપતા હતા . કોઈ *સંજોગોવસાત* તે *સંગઠનમાંથી* *અલગ* ( *નિષ્ક્રીય* ) રહેવા લાગ્યો, કોઈને પણ *મળવાનું* *બંધ* કરી દીધું . *મેસેજ* કરવાનું પણ બંધ કરી દીધું. અને *સંગઠનથી* દૂર થઇ જાય છે . થોડા અઠવાડિયા પછી ખૂબજ *ઠંડી* હતી અને રાત્રીમાં સંગઠનના *મુરબ્બી* માણસે તેને *મળવાનું* નક્કી કર્યું. અને *મુરબ્બી* માણસ તેના *ઘરે* આવ્યા અને જોયું તો આ *માણસ* ઘરે *એકલો* જ હતો. અને તગારામાં લાકડાનું *તાપણું* કરીને સામે બેસી *આરામથી* તાપતો હતો . તે *માણસે* ઉભા થઇ આવેલાુ *મુરબ્બીનું* સ્વાગત કરી આવકારો આપ્યો . *બંન્ને* તાપણાની સામે *શાંતિથી* બેઠા . તાપણાની આગની *જવાળા* ઉપર સુધી *ઉઠતી* હતી તેને જોતાં હતાં . થોડી વાર , *મુરબ્બીએ* *કાંઈપણ* બોલ્યા વિના , તાપણામાંથી એક સળગતુ *એક* *લાકડુ લઈ તાપણાથી*, *અલગ કરી બાજુમાં રાખી દીધું. અને પાછા શાંત બેસી ગયા*.. તે *માણસ* આ બધું *ધ્યાન* થી જોઈ રહ્યો હતો. અને લાંબા સમયથી *એકલો* રહેતો હોય , અને તેના સંગઠનના *મુરબ્બી* ઘરે આવ્યા હોય મનમાં ને મનમાં *આનંદ* લઈ રહ્યો હતો. અને મનમાં *વિચારતો* હતો કે આજે તે *સંગઠન* ના *મુરબ્બી* સાથે છે . પરંતુ તેને જોયુ કે *લાકડાના* તાપણામાંથી *જુદુ* ( અલગ) રાખેલ સળગતુ *લાકડુ* ધીરે ધીરે *ઠરવા* લાગ્યુ હતું અને *અગ્નિ* ઓછી થવા લાગી હતી . અને થોડી વાર પછી સાવ *ઓલવાઈ* ગયું હતું. અગ્નિ સાવ *બૂઝાઈ* ગયો , હવે તેમાં કોઈ *આગ કે* *ચમક રહી નથી..* થોડીવાર પહેલા આ લાકડામાં જે *આગ* અને *પ્રકાશ* હતો , તે હવે કોલસા સિવાય કાંઈ ન હતું !!! હવે બંને એ *એકબીજા* ના *ખબરઅંતર* પૂછ્યા અને *ઓછામાં* *ઓછા* *શબ્દોમાં* વાતો કરી . *મુરબ્બી* એ જતા જતા , *અલગ* કરેલ અને *ઠરી* ગયેલ લાકડાને ઉઠાવીને પાછી *સળગતી* આગમાં રાખી દીધી . *આ લાકડુ ફરીવાર* *સળગવા* *લાગ્યુ અને પહેલા* *જેવો પ્રકાશ આપવા* *આપવા લાગ્યુ અને ચારેબાજુ* *રોશની અને તાપ* *આપવા લાગ્યું...* ત્યાર પછી આવેલ *મુરબ્બી* જવા લાગ્યા ત્યારે આ *માણસ* ઘરનાં દરવાજા સુધી *વળાવવા* ગયો અને *બોલ્યો* આપે મારા *ઘરે* આવી મારા ઉપર બહુ મોટો *ઉપકાર* કર્યો છે . *આજે આપે કાંઈપણ બોલ્યા વિના એક વાત સરસ બતાવી છે કે, એકલા વ્યકિતનું કાંઈ મહત્વ કે અસ્તિત્વ છે જ નહીં.* *સંગઠન* કે *ગ્રુપના* સાથ સહકાર થકી જ માણસો *ઓળખાતા* અને *ઉજળા* હોય છે . *સંગઠન* થકી જ માણસોની *પહેચાન* હોય છે . *સંગઠન* સર્વોપરી હોય છે . સંગઠન પ્રત્યે અમારી *નિષ્ઠા* અને *સમર્પણ* કોઈ *વ્યકિત* માટે નહીં , *સંગઠન* ની સાથે જોડાયેલા *વિચાર* , *સિદ્ધાંતો* પ્રત્યે હોવી જોઈએ *સંગઠન* *કોઈપણ* પ્રકાર નુ હોઈ શકે છે , *પારિવારિક* , *રાજકીય* , *પક્ષીય* , *સામાજિક* , *વ્યાપારિક* કે *સાંસ્કૃતિક* વિગેરે વિગેરે..... સંગઠન વિના માનવ જીવન *અધૂરું* છે . !! જયાં પણ રહો *સંગઠીત* રહો..!! https://whatsapp.com/channel/0029Va57VG63LdQSSaDgqG1e
👍 ❤️ 6

Comments