શિક્ષણ સર્વોદય
June 17, 2025 at 01:00 PM
*વર્ષ 2025 2026 થી scholarship બાબત માં ખાસ અને મુખ્ય નવીન અપડેટ::*
*🔹BCK _4 Scheme જે SC કેટેગરી માં લાગુ પડે છે તે માટે OTR નંબર ફરજિયાત મેળવવાનો રહેશે*
*આ OTR નંબર કેવી રીતે મેળવવો જેની ખાસ અને સહેલી સમજણ અહીં આપેલ છે*
*🔹સૌપ્રથમ મોબાઇલ માં NSPOTR એપ download કરવી અથવા NSP ના મુખ્ય સર્વર પર જવું.*
*🔹જેમાં જે બાળક માટે OTR નંબર મેળવવાનો છે તે બાળકનો તેના આધારકાર્ડ નંબર સાથેનો લિંક મોબાઇલ નંબર જોડે રાખવો અથવા otp મેળવી શકાય એવી સરખી વ્યવસ્થા રાખવી*
*🔹હવે NSPOTR એપ માં જશો એટલે Registration નું ઓપ્શન આવે તે સિલેક્ટ કરશો જેમાં સૌપ્રથમ એ બાળકનો પેલો મોબાઇલ નંબર નાખવાનો રહેશે અને otp માટે પ્રોસેસ આપવાનું રહેશે જેની નીચે જોડે CAPTCHA પણ હશે જે માહિતી એડ કરશો એટલે 2nd Page Open થશે.*
*🔹 આ પેજ માં તે જ બાળકનો આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે અને તેના દ્વારા ફરીથી otp generate થશે જેની નીચે captcha હશે એ માહિતી નાખીને આ પેજ ફિલ કરતા આગળ 3જું પેજ ખુલશે*
*🔹જેમાં બાળકનો આધારકાર્ડ મુજબ નો ફોટો અને માહિતી આપેલી હશે જેની નીચે માતાનું નામ, પિતાનું નામ અને ઇમેઇલ આઇડી જણાવવાના રહેશે અને આગળ પ્રોસેસ કરવાનું રહેશે*
*આ પ્રોસેસ પૂર્ણ થતા જ બાળકનો references નંબર generate થશે*
*જેને ત્યાંથી જ કોપી પણ કરી શકાશે અથવા નોંધી પણ લેવો.*
*🔹 હવે આગળ એ refernce Number enter krta પાછો OTP આવશે એ દાખલ કરી CAPTCHA નાખતા પાછું નવું પેજ ખુલશે*
*ખાસ નોંધ.. આ પ્રોસેસ માટેનું છેલ્લું સ્ટેપ હોય તે માટે મોબાઇલ માં આધાર ફેસ* રીડિંગ એપ ના હોય તો ઇન્સ્ટોલ કરીને આગળ પ્રોસેસ થશે
*Final Step🪜*
*આ પેજ માં બાળકનું Ekyc Verify કરવાનું રહેશે જેમાં face ડિટેક્ટ કરવાનો રહેશે અને એ successfull થઈ જતા બાળકનો 14 અંક નો OTR નંબર તમારી સ્ક્રીન પણ સામે આવી જશે*
*જે સાચવી લેવાનો રહેશે*
*આ OTR નંબર નો ઉપયોગ scholarship માં લોગીન કર્યા બાદ Report Option માં આપણે જે બાળકો ને 5 સ્ટેપ થી update કરીએ છીએ તેના 3જા સ્ટેપ માં એટલે આધાર વેરીફાઈ વાળા પેજ માં લાસ્ટ માં OTR નંબર નાખવાનો રહેશે જેની બાજુમાં ક્લિક કરતા તેની બધી kyc ની માહિતી ખુલી જશે જેને આગળ સેવ અને next આપવાનું રહેશે અને 5 સ્ટેપ સેવ અને next થઈ જતા પ્રોસેસ પૂર્ણ થઈ જશે અને બાળકની OTR સાથેની માહિતી સાથે અપડેટ થઈ જશે*
*👉શક્ય એટલું સરળ બનાવવાનો મારાથી પ્રયાસ કરવામાં આવેલ છે તેમ છતાં જો આ સમગ્ર માહિતી સરખી જોઈ લીધા પછી પણ તમારી પ્રોસેસ અટકે તો જ મેસેજ કે કોલ કરવો..*
*આમા આપેલી માહિતી ફોલો કર્યા વગર બિનજરૂરી કોલ કે મેસેજ ના કરવા ખાસ અનુરોધ*
*આભાર 🙏🙏*
*ધવલભાઈ બી. મહેતા*