Sarkari Naukri Update 🎯
Sarkari Naukri Update 🎯
May 22, 2025 at 04:53 PM
મહેસૂલી તલાટી નો નવો અભ્યાસક્રમ આવ્યો છે. અને તેમાં 200 માર્ક્સ ની પ્રાથમિક પરીક્ષા રાખવામાં આવી છે જેમાં ગુજરાતી, અંગ્રેજી, બંધારણ, ઇતિહાસ , ભૂગોળ, વારસો , અર્થતંત્ર, પર્યાવરણ જેવા બધા વિષયો છે. અને 350 માર્ક્સ ના 3 પેપર રાખવામાં આવ્યા છે જેમાં 100 માર્ક્સ નું ગુજરાતી , 100 માર્ક્સ નું અંગ્રેજી અને 150 માર્ક્સ સામાન્ય અભ્યાસ જેમાં ગુજરાત, ભારત નો ઇતિહાસ,સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને દેશ ની ભૂગોળ, વિજ્ઞાન અને ટેક્નોલોજી,બંધારણ, અર્થતંત્ર, જાહેર વહીવટ, ethics એવા વિષયો છે. 1900 ગ્રેડ પે ની મહેસૂલી તલાટી માં મુખ્ય પરીક્ષા 4400 ગ્રેડ પે ધરાવતા નાયબ મામલતદાર ની મુખ્ય પરીક્ષા જેવી ના હોવી જોઈએ ! પેપર ચેકીંગ માં GPSC જેવી બંધારણીય સંસ્થા પણ 5000-7000 જવાબવહી ચેક કરવામાં ભૂલો કરતી હોય છે કોર્ટ કેસો થતા હોય છે તો અહીં 12000 જવાબવહી ન્યાયપૂર્ણ ચેક થશે એ કઈ રીતે માની લેવું? લેખિત માં માર્કસ આપવામાં ભ્રષ્ટાચાર થાય અને પોતાના માનીતાંઓ ને લઈ લેવામાં આવે એવું થાય તો પણ કોઈ ઓબ્જેક્શન ઉઠાવી પણ ના શકાય ,MCQ માં અન્યાય હોય તો ઉમેદવાર કોર્ટ માં પણ જઈ શકે ! છેવાડા ના વિધાર્થી ને સંપૂર્ણ રીતે વર્ગ 3 માંથી પણ નીકાળી ને છેવાડા માં જ રાખવા માટે સુનિયોજિત ષડયંત્ર ઘડાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે ! GPSC માં અંગ્રેજી નું પેપર ક્વોલિફાઇંગ છે પણ અહીં અંગ્રેજી પેપર mandatory બનાવી દેવામાં આવ્યું છે તો કઈ રીતે માનવું કે નિયમો બનાવનાર છેવાડા ના વિધાર્થી નું પણ વિચારે છે ? આ ખરેખર ન્યાયપૂર્ણ નથી, યોગ્ય જગ્યાએ રજૂઆત થવી જ જોઈએ અને જલ્દી થવી જોઈએ ! બાકી ફિડલૂ વાળી દેવામાં આવશે અને ખબર પણ નહીં પડે રેવન્યુ તલાટી ની આટલી મોટી ભરતી નજીક ના વર્ષો માં ફરીથી નહીં આવે એ નક્કી છે ! 1900 ગ્રેડ પે માં 26000 ના ફિક્સ પે ની ક્લાસ 3 ની નોકરી માં 350 માર્ક્સ નું લેખિત એકદમ તર્કસંગત નથી, અને અન્યાયકારી છે. Forwarded...

Comments