Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
June 17, 2025 at 11:57 AM
સંસ્કૃત એટલે દેવભાષા.. એક અનેરી ગરિમા છે સંસ્કૃતિની.. સંસ્કૃત ભાષા અને સાહિત્યનો વ્યાપક પ્રચાર થાય અને સંસ્કૃત જન-જન સુધી પહોંચે, તેવો રાજ્ય સરકારનો પ્રયાસ છે. આ માટે રાજ્ય સરકારે સંસ્કૃત બોર્ડની સ્થાપના કરી છે. આજે સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠકમાં સંસ્કૃત ભાષાનો વ્યાપ વધારવા માટેની પાંચ યોજનાઓ – ‘યોજના પંચકમ્‌’ લોન્ચ કરી. જેમાં, ‘સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના’ હેઠળ તારીખ 6 થી 13 ઓગસ્ટ 2025 દરમિયાન સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. ‘સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના’ હેઠળ સંસ્કૃતના સંમેલન, પ્રશિક્ષણ વર્ગ, કાર્યશાળા, સંશોધન વગેરે પ્રવૃત્તિઓ માટે બોર્ડ નાણાંકીય સહાય કરશે. ‘સંસ્કૃત પ્રોત્સાહન યોજના’ હેઠળ ધોરણ-10 માં તમામ વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે તેવી શાળા/સંસ્થાઓને નાણાંકીય સહાય કરવામાં આવશે. ‘શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા યોજના’ હેઠળ નાગરિકોને ભગવદ્‌ ગીતાથી પરિચિત કરવાના પ્રયાસો હાથ ધરાશે. ‘શત્‌ સુભાષિત કંઠ પાઠ યોજના’ હેઠળ નૈતિક મૂલ્યો પ્રત્યે પ્રેરિત કરે તેવા 100 જેટલા સુભાષિત સમાજમાં ઉત્તમ નાગરિક ઘડતર માટે મુકવામાં આવશે. આજના અવસરે, સંસ્કૃત બોર્ડના લોગોનું અનાવરણ પણ કર્યું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકાસ ભી, વિરાસત ભી” મંત્રથી પ્રેરિત થઈને રાજ્ય સરકાર સંસ્કૃતના સમયાનુકૂળ જતન-સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે. તેમાં આ યોજનાઓ મહત્ત્વની ભૂમિકા ભજવશે.
🙏 ❤️ 👍 14

Comments