Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
June 20, 2025 at 05:30 PM
આજનું જીવન એ વ્યસ્ત જીવન છે. જેમાં અજાણપણે આપણી અંદર સ્ટ્રેસ, મેદસ્વિતા, હાઈપરટેન્શન જેવી બિમારીઓ પ્રવેશી જાય છે. માથુ દુ:ખે છે.. થાક છે.. એસિડિટી છે.. શરદી છે.. મુડ નથી.. આવી કેટલીય નાની-નાની તકલીફો તો રોજિંદા જીવનમાં ઘેર-ઘેર જોવા મળે છે. આ શારીરિક અને માનસિક સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે- યોગ. યોગને રોજિંદા જીવનમાં વણી લેવામાં આવે, તો આપણે આવી અનેક તકલીફોમાંથી બચી જઈએ. બાળકોને નાનપણથી જ યોગની તાલીમ આપીએ તો આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવાની દિશામાં બહુ મોટું કામ થઈ શકે. આવતીકાલે હું વડનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થઈશ. યોગ દિવસને નિમિત્ત બનાવીને આપ સૌ પણ પરિવારસહ યોગને રોજિંદા જીવનનો હિસ્સો બનાવી લેજો. #internationaldayofyoga #oneearthonehealth #obesityfreegujarat
Image from Bhupendra Patel: આજનું જીવન એ વ્યસ્ત જીવન છે. જેમાં અજાણપણે આપણી અંદર સ્ટ્રેસ, મેદસ્વિત...
🙏 👍 ❤️ 😂 🧎‍♂ 🪷 20

Comments