Current Affairs™
June 20, 2025 at 03:33 PM
*હવે તમામ ટુ-વ્હીલરમાં ‘એન્ટી-લોક બ્રેકીંગ’ સિસ્ટમ ફરજીયાત બનશે* ▫️માર્ગ અકસ્માતો ઘટાડવા કદમ : તૂર્તમાં નોટીફીકેશન ▫️1 જાન્યુઆરી 2026થી અમલ ; ટુ-વ્હીલર રૂા.2500 થી 5000 જેટલા મોંઘા થશે માર્ગ અકસ્માતો રોકવા-વાહનોની સુરક્ષા વધારવા માટે કેન્દ્ર સરકાર વખતોવખત કદમ ઉઠાવી જ રહી છે હવે આગામી 1લી જાન્યુઆરીથી દેશમાં વેચાણ થનારા તમામ 2-વ્હીલર (દ્વિચક્રી વાહનો)માં એન્ટી-લોક બ્રેકીંગ સીસ્ટમ ફરજીયાત બનશે. સરકારનાં પ્રસ્તાપિત રેગ્યુલેશન હેઠળ આ નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા આ મામલે તુર્તમાં નોટીફીકેશન ઈસ્યુ કરવામાં આવશે. સ્કુટર તથા મોટર સાયકલોની માર્ગ અકસ્માતોમાં મોટી સંખ્યા હોય છે તે રોકવાના ઉદેશ સાથે આ નિર્ણય લેવાયો છે. પ્રવર્તમાન નિયમ હેઠળ 150 CCથી વધુના ટુ-વ્હીલરમાં જ એન્ટી-લોકડાઉન સિસ્ટમ ફરજીયાત છે તે હવે તમામ પ્રકારનાં ટુ-વ્હીલરમાં લાગુ થશે. ટુ-વ્હીલરમાં એકાએક બ્રેક મારવાના સંજોગોમાં એન્ટી-લોક બ્રેકીંગથી વ્હીલ લોક થઈ જાય છે અને તેને કારણે વાહન સ્લીપ કે ક્રેશ થવાનું જોખમ ઘટી જાય છે. ભારતમાં 2022માં 151997 માર્ગ અકસ્માતો થયા હતા તેમાં 20 ટકા ટુ-વ્હીલરના હોવાનું સરકારી રીપોર્ટમાં જણાવાયું હોવાનું ઉલ્લેખનીય છે. ઈન્સ્ટીટયુટ ઓફ રોડ ટ્રાફીક એન્ડ એજયુકેશનનાં ડાયરેકટર રોહીત બાલુજાનાં કહેવા પ્રમાણે આ કદમની લાંબા વખતથી જરૂર હતી. આડેધડ બ્રેક મારવામાં વાહન પર કાબુ નહીં રહેવાને કારણે સંખ્યાબંધ માર્ગ અકસ્માતો થતા રહ્યા છે. એન્ટી લોક-બ્રેકીંગ સીસ્ટમના સુરક્ષા કાયદા જાણીતા અને સર્વસ્વીકૃત છે. ભલે આ નવી સિસ્ટમના અમલથી ટુ-વ્હીલરનો ઉત્પાદન ખર્ચ વધશે. કંપનીઓ તે ગ્રાહકોને માથે નાખી દે તે સ્વાભાવીક છે. ટુ-વ્હીલરનાં જુદા જુદા મોડલમાં 2500 થી 5000 નો ભાવ વધારો થવાનું અંદાજી શકાય છે. જાણકારોના કહેવા મુજબ કોઈપણ ચીજ મોંઘી થાય ત્યારે રીમાંડ પર કામચલાઉ અસર વર્તાય છે પરંતુ પછી નોર્મલ થઈ જાય છે. ઉદ્યોગ સુત્રોનાં કહેવા પ્રમાણે ટુ-વ્હીલરનાં કુલ વેચાણમાં બે તૃતિયાંશ હિસ્સો 75 થી 125 CC એન્જીન ધરાવતાં મોટર સાયકલોનો હોય છે.
😮 1

Comments