Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
June 21, 2025 at 08:25 AM
Yoga For One Earth, One Health અધ્યાત્મ, કળા અને સંસ્કૃતિનો અદ્‌ભૂત સંગમ ધરાવતી પાવન ભૂમિ - વડનગર ખાતે આજે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થઈને યોગાભ્યાસ કરવાનો અવસર ખૂબ ઊર્જાદાયી બની રહ્યો. માનનીય મોદીજીના સેવા-દાયિત્વને 11 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમની જ વતનભૂમિ પર 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવી એ એક સુભગ સંયોગ છે. માનનીય વડાપ્રધાનશ્રીએ પણ આજે વિશાખાપટનમ ખાતે આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં સહભાગી થઈને વિશ્વને યોગનો પ્રેરક સંદેશ આપ્યો હતો. તેઓના આ કાર્યક્રમને વડનગર ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો. યોગ આપણી વિરાસત છે.. આપણી સંસ્કૃતિ છે.. આપણા ઋષિમુનિઓએ આપેલી અણમોલ સોગાત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ વિરાસતને વિશ્વફલક પર મુકી છે, જે આપણા માટે ગૌરવની વાત છે. આજના દિવસે 2121 લોકોએ એક સાથે ભૂજંગાસન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. આ કીર્તિમાન બદલ રાજ્યના સૌ નાગરિકોને અભિનંદન. #yogaday #internationaldayofyoga #oneearthonehealth #obesityfreegujarat
🙏 ❤️ 👍 🧘‍♀ 15

Comments