Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
June 21, 2025 at 09:10 AM
શરીર અને મનની તંદુરસ્તી માટે નિયમિત યોગાભ્યાસ ખૂબ મહત્ત્વનો છે. વ્યસ્ત જીવન વચ્ચે થોડો સમય યોગ માટે કાઢીએ તો અનેક બિમારીઓથી મુક્ત રહી શકાય છે. આપણા ઋષિમુનિઓએ આપેલી અણમોલ ભેટ છે- યોગ. યોગ એ માત્ર રોગ-મુક્તિ જ નહિ, પણ આધ્યાત્મિક માર્ગે પરમ મુક્તિ ભણી લઈ જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે વિશ્વના અનેક દેશો યોગ દિવસને ઉમળકાભેર ઉજવી રહ્યા છે. યોગ એ ભારતની વિરાસત છે, એનું આપણને ગૌરવ છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે, આવો.. આપણે સૌ યોગને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવા સંકલ્પબદ્ધ થઈએ. તણાવ, મેદસ્વિતા, હાઈપરટેન્શન જેવી સમસ્યાઓથી મુક્ત થઈએ. જીવનનો સાચો આનંદ પામીએ. #yogaday #internationaldayofyoga #oneearthonehealth #obesityfreegujarat https://youtu.be/e_R092ayjTM?si=DVfy28bPQFDZGDyt
🙏 ❤️ 👍 🧘‍♀ 20

Comments