MLA SANJAY KORADIA
February 16, 2025 at 12:21 PM
આત્મીય કાર્યકર્તાબંધુઓ,
આપ સૌને મારા હૃદયપૂર્વક નમન!
આ ચૂંટણીમાં, તમે જે અવિરત મહેનત અને નિષ્ઠા દર્શાવી છે, તે ભારતીય જનતા પાર્ટીની અસલ તાકાત છે. જન-જન સુધી ભાજપની વિકાસયાત્રા પહોંચાડવા, રાત-દિવસ એક કરી, સંપૂર્ણ નિષ્ઠા સાથે મહેનત કરી છે.
જીત એ માત્ર મતગણતરીમાં નહીં, પણ જનતા દ્વારા પ્રાપ્ત વિશ્વાસમાં હોય છે. અને એ વિશ્વાસ ભાજપના દરેક કાર્યકર્તા માટે સૌથી મોટું ઈનામ છે. જૂનાગઢની જનતાએ જે સ્નેહ અને આદર આપ્યો છે, તે આપ સૌના ત્યાગ અને સમર્પણનું પ્રતિબિંબ છે.
આગળના દરેક દિવસ, વિકાસ અને સંકલ્પનું નવું અધ્યાય લખશે. જે શક્તિથી આપણે આ ચૂંટણી લડી, એજ શક્તિથી ભવિષ્યનું સૌંદર્ય ઘડાશે. ભારતીય જનતા પાર્ટી એ માત્ર એક સંગઠન નથી, તે એક પરિવાર છે – એક સંકલ્પ છે, જે દેશ માટે, સમાજ માટે, જનતાના સપનાઓ માટે સમર્પિત છે.
તમારા અને તમારા પરિવારના આ સમર્પણ માટે હું દિલથી આભાર વ્યક્ત કરું છું. આપની મહેનત જૂનાગઢના ભવિષ્ય માટે અનમોલ છે. સાથે મળીને, એક સમૃદ્ધ, શક્તિશાળી અને આપણા સ્વપ્નનું જૂનાગઢ બનાવવાની યાત્રા ચાલુ રાખીશું!
જય જૂનાગઢ! જય ગુજરાત! જય હિન્દ! જય ભાજપ!